મૌલિક ધામેચા/અમદાવાદ : શહેર માટે વર્ષનો અંતિમ દિવસ પણ લોહીયાળ રહ્યો હતો. 31ની રાત્રે કથિત કર્ફ્યૂની સ્થિતીમાં વસ્ત્રામાં ફાયરિંગ થયું હતું. પૈસાની લેતીદેતીમાં યુવક દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે આવ્યા હતા. હત્યાનાં ઇરાદે આવેલા હત્યારાઓ દ્વારા 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હત્યારાઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગણત્રીની મિનિટોમાં આરોપીઓને ઝડપી લેવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31ની રાત્રે નકલી પોલીસનો ત્રાસ, અસલી પોલીસને ઓળખવા માટે કરો આ કામ


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક જશવંત રાજપુત ફાયનાન્સનાં વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ પૈસાની લેતીદેતીમાં તેને અર્પણ પાંડે અને સુશીલ ઠાકુર નામના વ્યક્તિઓ સાથે માથાકુટ ચાલી રહી હતી. જેના કારણે સુશીલ ઠાકુર અને અર્પણ પાંડે દ્વારા હત્યાનાં ઇરાદે જ જશવંત રાજપુતની કર્ણાવતી બંગ્લો નજીક આવેલા રાધે મોલ ખાતેની ઓફીસ ખાતે તિક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે ધસી ગયા હતા. જશવંત બચી જ ન શકે તે પ્રકારે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે જશવંતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 


રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાની, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાનની વકી


મૃતક ઓઢવના અર્બુદાનગરનો રહેવાસી છે. રામોલ પોલીસ દ્વારા ઘટના અંગે માહિતી મળતાની સાથે જ બંન્ને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. મૃતક અર્બુદાનગરનો રહેવાસી છે. ઘટના બાદ મૃતદેહને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. તેના પરિવારને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube