31ની રાત્રે નકલી પોલીસનો ત્રાસ, અસલી પોલીસને ઓળખવા માટે કરો આ કામ

31ની રાત્રે નકલી પોલીસનો ત્રાસ, અસલી પોલીસને ઓળખવા માટે કરો આ કામ

* 31 ની રાત્રે પોલીસ પકડે તો માંગજો પહેલા આઇકાર્ડ
* બહુરૂપી નકલી પોલીસ અસલી પોલીસની ગિરફતમાં
* નકલી પોલીસ બની રોફ જમાવતા બે શખ્સો ધરપકડ
* રિલીફ રોડ પર વેપારીઓને માસ્કના ફંડીગ નામે પડાવતાં પૈસા

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં ખાખી પહેરી રોફ જમાવતી નકલી પોલીસ અસીલ પોલીસના હાથે ઝડપાઇ. કારંજ પોલીસે બે નકલી પોલીસની કરી ધરપકડ. બહુરૂપી બની પૈસા પડવા નીકળતા આરોપીએ અનેક લોકો બનાવ્યા શિકાર. કોણ છે આ બહુરૂપી નકલી પોલીસ તે જાણવું ખુબ જ રસપ્રદ છે. કારંજ પોલીસની ગિરફતમાં જોવા મળતા આ બહુરૂપિયો છે. પોલીસના વેશમાં માસ્કના ફંડિંગના નામે વેપારીઓ પાસે પૈસા પડાવતાં હતા. નકલી પોલીસ બની રોફ જમાવતા રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત આ બન્ને શખ્સ રિલીફ રોડ પર આવેલ દુકાનોમાં વેપારીને માસ્ક ફડિંગ નામે પૈસા પડાવી રહ્યા હતા. જેની કારંજ પોલીસને માહિતી મળતા નકલી પોલીસને રંગેહાથ ઝડપી લીધા છે. જો કે પોલીસે તપાસ કરતા નકલી પોલીસ છેલ્લા 3 દિવસથી રિલીફ રોડ પર અનેક વેપારીઓને માસ્કના નામે શિકાર બનાવી પૈસા પડાવી લીધા છે.

નકલી પોલીસ રાજેશ બહુરૂપી અને જગદીશ ઉર્ફે ધારા હીરાવત દુકાનોમાં વેપારીઓ માસ્ક ફડિંગ નામે પૈસા માગીને દુકાન કામ કરતા કારીગરો ગણતરી કામ કરવાનું છે. તેમ કહી નકલી પોલીસ દ્વારા વેપારીઓને ધમકાવી કહેતા હતા કે માસ્ક ફંડીગ પૈસા નહિ આપો તો દુકાનમાં માણસો માસ્ક નહી પહેરાવના મેમાં 5 હજાર દંડ આપવા પડશે. આમ કહીને બે અલગ અલગ વેપારી પાસે 1700 રૂપિયા પડાવી લીધા હતા. 

જો કે પોલીસ તપાસ કરતા છેલ્લા 3 મહિનાથી શહેર અલગ અલગ જગ્યા પર અનેક લોકો ટાર્ગેટ બનાવી પૈસા પડાવી લીધા છે. ત્યારે અસલાલી પાસે એક કપલ પાસે 2 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ બહુરૂપીઓ અલગ અલગ વેશ બદલીને પણ રૂપિયા પડાવતાં હોવાનું સામે આવ્યું છે. નકલી પોલીસ બનેલ બહુરૂપીઓ ખાખી કપડાં ક્યાંથી લાવ્યા છે જે મામલે પૂછપરછ શરૂ કરી છે..સાથે જ અત્યાર સુધી કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અસલી પોલીસને આ રીતે ઓળખો
આવા અનેક કિસ્સા સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા અનેકવાર અપીલ કરવામાં આવી ચુકી છે કે, પોલીસથી ગભરાવાની જરૂર નથી. કોઇ પણ પોલીસ તમને અટકાવે તો ચોક્કસ રીતે તમે તેનું આઇકાર્ડ માંગી શકો છો. આ ઉપરાંત કોન્સ્ટેબલને કેટલીક ચોક્કસ કામગીરી જ સોંપવામાં આવી હોય છે. મેમો આપવા જેવી કામગીરી હેડ કોન્સ્ટેબલ જ કરી શકે છે. જેથી પોલીસની કામગીરીને સારી રીતે સમજવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news