રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાની, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાનની વકી
Trending Photos
અમદાવાદ : ઉત્તર તરફથી આવી રહેલા ઢંડા પવનોના કારણે ગુજરાત આખુ અત્યારે ઠંડીથી ઠુંઠવાઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષે 2 અને 3 જાન્યુઆરીનાં રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને ઉત્તરપૂર્વ ગુજરાતમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. આ માવઠું મોટેભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતનાં બાકીનાં વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે.
2 અને 3 જાન્યુઆરીના રોજ હવામાન ખાતાની આગાહી અનુસાર સાબરકાંઠા અને દાહોદમાં માવઠુ પડશે તો શિયાળુ પાક પર પણ વિપરિત અસર પડી શકે છે. આ જિલ્લાઓમાં મુખ્યત્વે ઘઉં, કપાસ, ચણા અને કઠોળનું વાવેતર થતું હોય છે. વરસાદ પડશે તો ઘઉના પાકને વ્યાપક અસર થશે. હવામાન ખાતાની આગાહી અનુસાર 4 અને 5 જાન્યુઆરીનાં રોજ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં હાલ ચાલુ રહેલો ઠંડીનો દોર માવઠાને કારણે ઉતરાયણ સુધી લંબાઇ શકે તેવી પણ આશંકા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 22 ડિગ્રી અને લઘુત્તમ 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે ઠંડીમાં સામાન્ય ઘટાડો થઇ શકે છે. જો કે ઠંડીનું પ્રમાણ ઉતરાયણ સુધી જળવાય રહે તેવી શક્યતા છે. હાલ તો ખેડૂતો પર શિયાળુ પાક મુદ્દે પણ લટકતી તલવાર છે. આમાં પણ નુકસાન થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે