વડોદરા : વડોદરાના શહેરનાં છાણી ટીપી 13 આકાશ કોમ્પ્લેક્ષમાં સાઇનાથ મોટર નામનું ગેરેજ આવેલું છે. આ ગેરેજ સંચાલક રાજુ ઉર્ફે યોગેશ બાબુભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા ગેરેજની આડમાં વિદેશી દારૂનો ધંધો હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગેરેજમાં દરોડો પાડ્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને કાંઇ જ મળ્યું નહોતું. પરંતુ અચાનક ગાડીઓ સામે નજર જતા જ ગાડીની ડેકી ખોલાવી હતી. ગેરેજમાં રહેલી ટોયોટા કારમાં છુપાવીને રાખેલો 47,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનું અમદાવાદનું માળખું વિખેરાશે, સક્રીય લોકોને જ મળશે સ્થાન
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરાનાં છાણી વિસ્તારમાં આવેલા આકાશ કોમ્પલેક્ષમાં સાંઇનાથ મોટર ગેરેજ આવેલું છે. ગેરેજનો સંચાલક યોગેશ બ્રહ્મભટ્ટ ગેરેજની આડમાં દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ સર્ચ કરતા ટોયેટા કારનાં ડેકીમાંથી છુપાવી રાખેલા 119 નંગ વિદેશી દારૂ 47,600 કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ ઉપરાંત કાર મળીને કુલ રૂપિયા 2,52,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગેરેજ સંચાલકની પણ ધરપકડ કરી છે. 


ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...
અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને પડશે મોંઘવારીનો માર
પોલીસે સંજયની ધરપકડ કરીને તેની પુછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો સંજય ઉર્ફે રોટી તથા રવિ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંન્નેને વોન્ટેડ જાહેર કરીને તપાસ આદરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાંથી લવાયો હતો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ માટે દારૂના દૂષણને ડામવું એક મોટો પડકાર સાબિત થઇ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube