ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...

વડોદરા પાદરાના સોખડા ખુર્દ ગામ પાસે આવેલી કેનલમાં યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં ફાગવેલથી પરત ફરતા સમયે કેનાલ કિનારે હાથપગ ધોવા ગયેલો યુવાન પગ લપસતા કેનાલમાં પડ્યો હતો. તરતા નહી આવડતું હોવાનાં કારણે ડુબવા લાગ્યો હતો. કરજણ તાલુકાના કરમડી ગામનો શૈલેષ વસાવા ફાગવેલ ખાતે સંઘમા ગયો હતો. ફાગવેલ દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે ટ્રેક્ટર કેનાલનાં કિનારે ઉભુ રાખીને હાથ પગ ધોવા માટે નીચે ઉતર્યો હતો. 
ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...

વડોદરા : વડોદરા પાદરાના સોખડા ખુર્દ ગામ પાસે આવેલી કેનલમાં યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં ફાગવેલથી પરત ફરતા સમયે કેનાલ કિનારે હાથપગ ધોવા ગયેલો યુવાન પગ લપસતા કેનાલમાં પડ્યો હતો. તરતા નહી આવડતું હોવાનાં કારણે ડુબવા લાગ્યો હતો. કરજણ તાલુકાના કરમડી ગામનો શૈલેષ વસાવા ફાગવેલ ખાતે સંઘમા ગયો હતો. ફાગવેલ દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે ટ્રેક્ટર કેનાલનાં કિનારે ઉભુ રાખીને હાથ પગ ધોવા માટે નીચે ઉતર્યો હતો. 

સાબરમતીને શુદ્ધ કરવા અનોખા તરતા ગાર્ડનનો નવતર પ્રયોગ, પુરમાં પણ નહી તણાય
જો કે પગ લપસતા કેનાલમાં પડ્યો અને તણાવા લાગ્યો હતો. સાથે રહેલા લોકો દ્વારા બચાવ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તે તણાવા લાગ્યો હતો. ફાયર અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવતા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે એક મત એવો પણ આવી રહ્યો છે કે તે યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ, ફાયર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઘટના અંગે પરિવારને માહિતી મળ્યા બાદ પરિવાર અને ગામના લોકો દોડી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news