અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ; પ્રેમીએ પ્રેમિકાને દાતરડાથી વાઢી નાંખી! લાશને ઘરની બહાર ફેંકી!
Ahmedabad News: હત્યારા પ્રેમી ચેતનસિંહ ઝાલાની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી દાસ માસ પહેલા મૃતક હંસાબેન ઠાકોર અને ચેતનસિંહ ઝાલાનો સંપર્ક મજૂરી કામ દરમિયાન થયો હતો અને બંનેએ એકબીજાના મોબાઈલ નંબર ની આપ-લે કરી હતી
ઉદય રંજન/અમદાવાદ: પ્રેમ સબંધમાં અંત લાવનાર મહિલાને પ્રેમીએ દાતરડાના ઘા મારી પ્રેમીએ ઘર બહાર મૃતદેહ ફેંકી દેવાના ગુનામાં કણભા પોલીસે પ્રેમી આરોપીની ધરપકડ કરી છે.
પુરૂષોને હાર્ટ એટેકનો મોટો ખતરો:આ કારણે પુરુષોનું હૃદય નબળું પડ્યું, રાજકોટમાં 3 મોત
કણભા પોલીસે આ ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેનું નામ ચેતનસિંહ ઝાલા છે. જેની ધરપકડ પોલીસે પ્રેમિકાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. વાત છે ગઈ તરીકે 16-09-2023 ની મોડી રાતની કુબડથલ ગામમાં મૃતક હંસા બહેન ઠાકોરનો મૃતદેહ શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ટ્રુડોને કેવી રીતે ભારે પડી પોતાની મૂર્ખામી? ભારતે કઠોર વલણ અપનાવતા આ રીતે નરમ પડ્યા
આ ઘટના બનતા કણભા પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. કણભા પોલીસે મૃતક મહિલાના ફોનથી તપાસ શરુ કરી હતી. જેમાં પ્રથમ શંકાસ્પદ તરીકે પ્રેમી ચેતનસિંહ ઝાલાનું નામ સામે આવ્યું હતું અને કણભા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી પૂછપરછ કરતા હત્યા કર્યાની કબુલાત કરતા પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી હતી.
વિનાશક વરસાદની તબાહી ભોગવી રહ્યું છે આ ગામ, લાચાર ખેડૂતોએ કહ્યું સહાય મળે તો બચી શકી
હત્યારા પ્રેમી ચેતનસિંહ ઝાલાની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી દાસ માસ પહેલા મૃતક હંસાબેન ઠાકોર અને ચેતનસિંહ ઝાલાનો સંપર્ક મજૂરી કામ દરમિયાન થયો હતો અને બંનેએ એકબીજાના મોબાઈલ નંબર ની આપ-લે કરી હતી. ત્યારબાદ બંનેમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ મૃતક હંસાબેનના પરિવારને જાણ થતા પરિવારે મૃતક હંસા બેનને આ સંબંધ તોડી નાખવા કહ્યું હતું.
ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!
જેથી હંસાબેન એ પ્રેમી ચેતનસિંહ ઝાલાને પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો. આ વાતની અદાવતને આરોપી હત્યારા પ્રેમીએ ગઈ તારીખ 16-09-2023 ની રાત્રે મળવા માટે બોલાવ્યા હતા. હંસાબેનને દાતરડાથી ઘા મારીની હત્યા કરી લાશને ઘર બહાર ફેંકીને ફરાર થઇ ગયો હતો.
ATMમાંથી નથી નીકળી કેશ અને ખાતામાંથી કપાઈ ગયા છે રૂપિયા, 24 કલાક પહેલાં કરો આ કામ