વડોદરા : ચાઇના દ્વારા ભારતીય મહાનુભવોની જાસુસી મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. વડોદરાનાં મેયરની પણ જાસુસી થતી હોવાની ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે વડોદરાના મેયર જીગીષા બહેને ZEE 24 Kalak સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ચાઇના કંઇપણ કરી શકે છે. ચાઇના કોઇપણ રીતે વિશ્વાસપાત્ર નથી માટે તેનાથી અને તેની વસ્તુઓથી બચીને રહેવું જોઇએ. અમે અમારા આઇટી વિભાગ થકી તપાસ કરી રહ્યાં છીએ. સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવા માટે ચીન પોતે જ જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની એકમાત્ર તમિલ સ્કૂલના તાળા મારી દેવાતા વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યાં


ચીનીઓએ બોર્ડર પર પણ વિશ્વાસઘાત કર્યો છે. હું ગત વર્ષે ચાઇના પ્રવાસે ગઇ હતી ત્યારથી જ તે લોકો મારી જાસુસી કરી રહ્યા હોવાની શક્યતા છે. ચાઇના પ્રવાસમાં મેં કોઇ ડેટા શેયર નથી કર્યા પરંતુ તેઓ દ્વારા મારી જાસુસી કરવામાં આવી રહી છે. ચાઇના દ્વારા ભારતીય મહાનુભવોની સ્પોન્સર્ડ જાસુસી કરાવવામાં આવી રહી છે. એક અંગ્રેજી અખબારના ચોંકાવનારા અહેવાલ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરાનાં મેયર પણ ચાઇનીઝ જાસુસીની રડારમાં છે. ગુજરાતનાં બે મેયર ચાઇનીઝ સર્વેલન્સ હેઠળ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા અને જુનાગઢનાં મેયરની ગતિવિધિ પર ચીન દ્વારા બારીક નજર રાખવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. 


લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે


દેશનાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિની જાસુસીનાં અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો હતો. દેશનાં 70 શહેરોનાં મેયર, ડે.મેયરની જાસુસીની ખબરથી તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે. દેશનાં 500 જેટલાં વગદાર વ્યક્તિઓની જાસુસી ચીન દ્વારા કરાવવામાં આવી રહી હોવાનો અહેવાલ એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયા બાદ ગુપ્તચર નેટવર્ક સામે સવાલો ઉઠી રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube