મોરબી : જિલ્લામાં કોરોનાની દવા નથી મળતી અને કોરોનાની હોસ્પિટલમાં જગ્યા નથી આવી માહિતી છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહી હોવાના કારણે આજે મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેકટર ઓફિસ ખાતે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. જેમાં કલેક્ટર માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી શકાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે, તેની સાથોસાથ સરકાર તરફથી હાલમાં રેમડીસીવર ઈંજેકશન તેમજ કોરોના ટેસ્ટ કરવા માટેની જરૂરી કિટનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મોરબી જિલ્લાને ફાળવી દેવામાં આવેલ છે. જેથી જિલ્લાના લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટનાને દેર ભલી હે: ઉત્તરગુજરાતનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ પાળશે બંધ


મોરબી જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે કારણ કે, ૭મી માર્ચના રોજ મોરબી જિલ્લાની અંદર આવેલ મોરબી સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાનો એક પણ દર્દી સારવારમાં હતો નહીં પરંતુ આજની તારીખે ૧૦૦ બેડની હોસ્પિટલની અંદર ૫૭ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા દિવસોની અંદર મોરબી જિલ્લાની અંદર આવેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની અંદર કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની ભીડ એકત્ર થઈ રહી છે. 


AHMEDABAD: કોલસેન્ટર કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો, આ રીતે અમેરિકનનાં અબજો રૂપિયા લૂંટતો


જીલ્લામાં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ નથી તેમજ આજે કોરોનાના દર્દી માટે જરૂરી રેમડીસીવર ઈન્જેક્શનનો જથ્થો પણ નથી આવી માહિતી વાયરલ થઈ હતી. કોવિડ હોસ્પિટલની અંદર બેડ ખાલી નથી જેથી આજે મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્શ રૂમમાં પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી. જેમાં પત્રકારોને માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર પાંચ જગ્યાએ કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. 


GUJARAT CORONA UPDATE: ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિત કુલ 2815 પોઝિટિવ, રસીકરણ છતા સ્થિતિ બેકાબુ


જેમાં વાંકાનેર સિવિલ, હળવદ સિવિલ અને મોરબી સિવિલ તેમજ મોરબીની સદભાવના તથા ક્રિષ્ના હોસ્પિટલનો સમાવેશ થાય છે અને સરકાર તરફથી હાલમાં ૫૦૦ રેમડીસીવર ઈંજેકશન તેમજ કોરોના ટેસ્ટ કરવા માટેની જરૂરી ૧૫૦૦૦ કિટનો જથ્થો મોરબી જિલ્લાને ફાળવી દેવામાં આવેલ છે જેથી જિલ્લાના લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગામી દિવસોમાં ટેસ્ટીંગ કીટ તેમજ ઇન્જેક્શનો જથ્થો ઘટે નહીં તેના માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સરકાર સાથે પ્લાનિંગ કરીને આગોતરું આયોજન કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube