બહુપ્રતિક્ષીત ફ્લાવર શોની કાલથી શરૂઆત, CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
* એએમસી દ્વારા સતત આઠમાં વર્ષે ફ્લાવર શોનું આયોજન
* 4 જાન્યુઆર થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ પર યોજાશે ફ્લાવર શો
* મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે ફ્લાવર શો
* ફ્લાવર શોના મુલાકાતીઓ માટે એએમસીએસની ખાસ સેવા
* ફ્લાવર શોમાં 100 જાતી, 700 પ્રજાતીના 10 લાખથી વધુ રોપા
* દેશની ખ્યાતનામ 7 નર્સરી અને 35 જેટલા વધુ સ્ટોલ
* વિવિધ પ્રકારના 50થી વધુ સ્કલ્પચર રહેશે આકર્ષણનું કેન્દ્ર
* જુદી-જુદી 7 થીમ પર કરાયુ આયોજન
* ગાંધીજી, મચ્છર ઉત્પત્તી, ફાયરબ્રીગેડ ની થીમ
* રોયલ ગાર્ડન, સેવ વોટર અને વેસ્ટમાંથી બેસ્ટ થીમ
* વિવિધ સ્ક્લપચર રહેશે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
* મુલાકાતીઓ માટે રૂ. 20 પ્રવેશ ફી રાખવામાં આવી
* શનિ-રવિ રહેશે રૂ.50 પ્રવેશ ફી
* સવારે 10 થી રાતના 9 સુધી રહેશે ફ્લાવર શો ખુલ્લો
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો 4 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ ઉપર યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજીત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જે માટે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, પરિવારે તંત્ર પર હત્યાનો આરોપ લગાવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ,અને પામ સહીત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટાવિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી ખ્યાતનામ નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે. ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. આ મહાત્મા ગાંધીના જીવન ઉપરાંત મોસ્કીટો બ્રીડીંગ, ફાયર બ્રીગેડ સહીતની થીમ પર તૈયાર કરાઇ રહેલા સ્ક્લપચર મુખ્ય આકર્ષણ રહેશે.
ગાંધીનગર: અડાલજમાં ત્રીદિવસીય ભવ્ય બ્રહ્મ બિઝનેસ સમિટ, CM દ્વારા કરાવાયું ઉદ્ધાટન નોકરીઓનો થશે વરસાદ
નોંધનીય છેકે મેગાસીટીમાં યોજાતા ફ્લાવર શોમાં લગભગ 10 લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. અને શહેરીજનો આ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની ભીડને નિયંત્રીત કરવા આ વર્ષે ટીકીટના ભાવમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે. રૂ.10 ની ટીકીટના રૂ.20 કરવામાં આવ્યા છે. અને શનિવાર-રવિવારે વધી જતી ભીડને કાબુમાં લેવા આજ ટીકીટના રૂ.50 કરી દેવાયા છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રીક બસ તેમજ સ્માર્ટ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.હાલતો ફ્લાવર શોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે લાખ્ખો શહેરીજનો તેની શરૂઆત થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube