મુસ્તાક દલ/જામનગર: જોડીયા પંથકમાં પાંચ દિવસ પહેલાં એક વેપારીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જામનગર એલસીબીએ બે આરોપી ધડપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ચોરી- લૂંટ કરવાના ઇરાદે આવેલા બંને શખ્સોએ વેપારીને માર મારતા હત્યા નીપજાવી લૂંટ ચલાવી ભાગી છૂટ્યાની કબુલાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યુ


જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં પાંચ દિવસ પહેલાં એક વેપારીની લૂંટાના ઈરાદે હત્યા કરાઈ હતી. જે હત્યાના બનાવનો ભેદ એલસીબીની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના અંતે ઉકેલી નાખ્યો છે અને જામનગરના જ બે હત્યારા શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ચોરાઉ બાઇક, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. બંને હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે દુકાનમાં ઘૂસ્યા હતા, દરમિયાન વેપારી જાગી જતાં તેની હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે. 


રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદ


જોડિયા તાલુકાના તારાણાં ધાર વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા નામના ૪૦ વર્ષના યુવાનની ગત ૧૮.૪.૨૦૨૪ ના દિવસે હત્યા થઈ હતી. જે બનાવાની મૃતક ના ભાઈ જગુભા નિમુભા જાડેજાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અને જોડિયા પોલીસે હત્યા અંગે નો ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં એલસીબી ની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું હતું. એલસીબી ની તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી કેમેરાઓના ફૂટેજ નિહાળ્યા પછી ડબલ સવારી બાઇકમાં બે શખ્સો આવ્યા હોવાનું અને તેના દ્વારા જ ચોરી-લૂંટ અને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. 


50 વર્ષમાં ના જોઈ હોય એવી મંદીના ભરડામાં આવ્યો ગુજરાતનો આ ઉદ્યોગ! કારીગરોની માઠી દશા


જામનગરમાં ધરારનગર -1માં રહેતા અસલમ ફરીદભાઈ કકકલ અને મચ્છર નગરમાં રહેતા જતીન અશોકભાઈ ભટ્ટી ની અટકાયત કરી લીધી છે. જેઓની પૂછપરછ દરમિયાન તેમણે ઉપરોક્ત હત્યા ની ઘટનાને અંજામ આપ્યા ની કબુલાત આપી દીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ બનાવના સમયે મોમાઈ કૃપા નામની દુકાનમાં ચોરીના ઇરાદે ઘુસ્યા હતા, ત્યારે અવાજ થતાં મોડી રાત્રે વેપારી જાગી ગયા હતા, અને બંને તસ્કરોને પડકારતાં તેઓએ ધારદાર હથિયાર પડે હુમલો કરી હત્યા નિપજાવ્યાનું અને મરનારના ખિસ્સામાંથી તેમજ દુકાનમાંથી કુલ ૨૨૦૦ રૂપિયાની રોકડ રકમ ની લૂંટ ચલાવી ભગી છૂટયા હોવાનું કબૂલી લીધું હતું. 


એપ્રિલના અંત અને મે મહિનામા કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ


જેથી એલસીબીની ટીમે રૂપિયા ૨,૨૦૦ ની રોકડ રકમ, બે મોબાઈલ ફોન તેમજ જે બાઈકમાં આવ્યા હતા તે બાઈક કબજે કરી લીધું હતું. બાઇક અંગેની પૂછપરછમાં તેઓએ રાજકોટમાંથી બાઈક ની ઉઠાંતરી કરી હોવાની કબુલાત આપી હતી. બંને આરોપીઓ નો કબજો જોડીયા પોલીસને સોંપી દેવાયો છે.