અમદાવાદ : શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ પર એક અઠવાડીયા પહેલા સાંજે કચરાના ઢગલામાં દટાયેલી 12 વર્ષીય બાળકીની લાશ આજે બપોરે ફાયર બ્રિગેડની ટીમને મળી આવી હતી. જો કે મૃતદેહ અડધો જ મળી આવ્યો હતો. અડધો દેહ કચરામાં બળી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ દાણીલીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જ જોઇએ, કોઇ પણ નિયમનો ભંગ કરે સાંખી નહી લેવાય : નીતિન પટેલ

26 સપ્ટેમ્બરના રોજ સાંજે 9 વર્ષનો બાળક અને 12 વર્ષની બાળકી બંન્ને ભાઇ બહેન પીરાણા ડમ્પિંગ સાઇટ ખાતે સાંજે કચરો વીણવા ગયા હતા. કચરો વીણતા વીણતા બંન્ને ભાઇ બહેનો પર મોટો કચરાનો ઢગલો પડ્યો હતો. જેમાં બંન્ને ભાઇ બહેન દબાયા હતા. જો કે તત્કાલ કાર્યવાહી કરતા 9 વર્ષનો બાળક મળી આવ્યો હતો. બાળકી મળી નહોતી. જેના કારણે ફાયર વિભાગ દ્વારા રેસક્યું ચલાવાયું હતું. 7 દિવસ સુધી રેસક્યું ઓપરેશન ચલાવાયા બાદ બાળકી મળી આવી હતી. જો કે કચરો સળગતો રહેતો હોવાના કારણે ફાયરના રેસક્યુંમાં અનેક અડચણો આવી હતી. 


મગફળીનાં રજીસ્ટ્રેશનની કામગીરીના સમયે જ VCE ની હડતાળ, તત્કાલ ઉકેલ માટે મુખ્યમંત્રીને રજુઆત

9 વર્ષનો બાળક અને 12 વર્ષીય ભાઇ બહેન પીરાણા ડમ્પિંગ સાઇટ ખાતે 26 સપ્ટેમ્બરની સાંજે કચરો વિણવા માટે ગયા હતા. જો કે આ દરમિયા બંન્ને ભાઇ બહેન પર મોટો કચરાનો ઢગલો પડ્યો હતો. બંન્ને ભાઇ બહેન દટાયા બાદ ફાયરની ટીમ દોડી આવી હતી. બંન્નેની શોધખોળ હાથ ધરતા 9 વર્ષનો બાળક મળી આવ્યો હતો. જેને બહાર કાઢી લેવાયો હતો. જ્યારે બાળકીની શોધખોળ 7 દિવસ સુધી ફાયર દ્વારા ચલાવાઇ હતી. ફાયરની ટીમ દ્વારા 7 દિવસથી દિવસ રાત બુલ્ડોઝર દ્વારા રેસક્યું ચલાવ્યું હતું.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube