અમદાવાદ : માસ્ક નહી પહેરનાર વ્યક્તિ પાસે પહેલા 200 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે તેને વધારીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા 500 કરી દેવામાં આવતા એનસીપી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યા હતા. એનસીપીનાં કાર્યકર્તાઓ અને મહિલા એનસીપી પ્રમુખ રેશ્મા પટેલ પણ હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ

એનસીપી પ્રદેશ નેતા સહિતનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેણે અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું હતું. રેલી યોજીને માસ્કનાં અસહ્ય દંડ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન એનસીપીનાં આગેવાન પત્ર આપીને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કર્યું હતું. તમામ નિયમોનાં ધજાગરા ઉડાડ્યાં હતા.


પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઇ રહેલો યુવક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ઝડપાયો 

એનસીપી કાર્યકર્તાઓનાં ટોળેટોળા રેલીનાં નામે ઉમટ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સતત અપીલ કરવામાં આવે છે. પરંતુ વિરોધનાં નામે એકત્ર થયેલા એનસીપી કાર્યકર્તાઓએ તમામ નિયમો નેવે મુક્યા હોય તે પ્રકારે નિયમોનો ભંગ કર્યો હતો. 


ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

એનસીપીની માંગ છે કે, સમગ્ર ગુજરાતમાં માસ્ક અંગે એક નિયત ગાઇડ લાઇન બનાવવામાં આવે. લોકડાઉનનાં કારણે પહેલાથી જ આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા નાગરિકો પાસેથી 500 રૂપિયા અસહ્ય દંડ વસુલવો કઇ રીતે યોગ્ય છે. એનસીપી દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે આવેદનો આપ્યા હતા. જો 26 જુલાઇ સુધીમાં યોગ્ય પગલા નહી લેવામાં આવે તો NCP રાજ્ય વ્યાપી પ્રતિક ઉપવાસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર