ઝી બ્યુરો/ભાવનગર: બોટાદનું પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર અત્યારે વિવાદોના કેન્દ્રમાં છે. હનુમાનજીને સ્વામીનારાયણના ભક્ત તરીકે દર્શાવાતાં શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. આ વિવાદમાં સાધુ સંતો બાદ હવે સામાન્ય જનતા પણ જોડાઈ રહી છે. મંદિરના સંચાલકો અને સંતો સામે સનાતન ધર્મ અને હનુમાનજીનું અપમાન કરવાનો આક્ષેપ કરાયો છે. હનુમાનજીની 54 ફૂટ ઉંચી મૂર્તિ નીચેથી અમુક ભીંતચિત્રો દૂર કરવા સહિતની માગો ઉગ્ર બની છે. જો કે અખિલ ભારતીય સંત સમિતિના અગ્રણી નૌતમ સ્વામીએ વિરોધને નકારી કાઢ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે! સપ્ટેમ્બરમાં સારા વરસાદ સાથે અંબાલાલની નવી આગાહી


ગુજરાત: મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, કપલોને ટાર્ગેટ કરી યુવતી સાથે કરાતી બદસલૂકી


ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પહેલાં બોટાદના સાળંગપુરમાં જેનું અનાવરણ કરાયું હતું, તે હનુમાનજીની 54 ફૂટ ઉંચી પ્રતિમા અત્યારે ફરી ચર્ચામાં છે. આ ચર્ચા એક રીતે વિવાદમાં પરિણમી છે. જેનું કારણ છે કિંગ ઓફ સાળંગપુર નામની પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો, જેમાં હનુમાનજીને નીલકંઠવર્ણીના દાસ તરીકે દર્શાવાયા છે. હનુમાનજી નીલકંઠવર્ણી સામે હાથ જોડીને ઊભા હોય તેવી આ તસવીરો સામે સાધુસંતોમાં રોષ વ્યાપી ગયો છે. સાધુ સંતો આ કૃત્યને સનાતન ધર્મનું અપમાન ગણાવી રહ્યા છે.


નક્શામાં દેખાડી શું કોઈ દેશ બીજાની જમીન કરી શકે છે કબજે? સમજો શું છે Map Controversy


આ મામલે સાધુસંતો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ વિરોધ જોવા મળ્યો છે. આ વિરોધમાં વધારો ત્યારે થયો, જ્યારે હનુમાનજીની મૂર્તિના કપાળ પર સ્વામિનારાયણનું તિલક જોવા મળ્યું છે. હનુમાનજીની પ્રતિમાના દર્શન માટે આવતા દર્શનાર્થીઓમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો છે. લોકોની માગ છે કે બિનજરૂરી તસવીરો અને તિલકને દૂર કરાય. 


અ'વાદનો ઇસ્કોન બ્રિજ વધુ એક વાર લોહિયાળ; સાંજે પૂરપાટ આવતી કારે સર્જ્યો મોટો અકસ્માત


સાળંગપુર મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં બોટાદનું જ વધુ એક સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવી ગયું. સાળંગપુરમાં જે બાબત ભીંતચિત્રમાં દર્શાવવામાં આવી છે, તે જ બાબત વડોદરાના કારેલીબાગ સંચાલિત કુંડળ ધામ મંદિરમાં મૂર્તિના સ્વરૂપમાં દેખાડવામાં આવી છે. નદીના પુલ પાસે બનાવેલ બગીચામાં હનુમાનજી સાધુ નીલકંઠવર્ણીને ફળાહાર કરાવતા હોય તેવી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતાં હોય તેવી મૂર્તિઓ મૂકાઈ છે.