અમદાવાદનો ઇસ્કોન બ્રિજ વધુ એક વાર લોહિયાળ; સમીસાંજે પૂરપાટ આવતી કારે સર્જ્યો મોટો અકસ્માત
ઈસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળ પર થી ફરાર થઈ ગયો છે. ઈસ્કોન બ્રિજ પર એક કારે એક રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં સિક્યોરિટી ગાર્ડ કર્મચારીનું કરૂણ મોત થયું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સિક્યોરિટીગાર્ડ કર્મચારી રસ્તો ઓળગવા જતા કાર ચાલકે ટક્કર મારી હતી, ત્યારબાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. કાર ચાલક આટલેથી અટકાયો નહોતો, તેણે અન્ય એક બાઇકને પણ ટક્કર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે ખસેડાયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. એસ જી 2 ટ્રાફિક પોલીસ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનતા તથ્ય પટેલવાળી ઘટનાની યાદ તાજી થઈ છે. સમીસાંજના સમયે ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. જેમાં એક સિક્યોરિટીગાર્ડ કર્મચારી રસ્તો ઓળગતો હતો, ત્યારે એક પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે અડફેટે લીધો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કાર ચાલક આટલેથી અટક્યો નહોતો, તેણે અન્ય એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેણા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની તપાસમાં જોતરાઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભોગ બનેલા મૃતકનું નામ યતેન્દ્ર સિંહ હતું. 50 વર્ષના યતેન્દ્ર સિંહ નામના વ્યક્તિ મૂળ ઉત્તરપ્રદેશના હોવાનું ખુલ્યું છે. હાલ તો એસજી 2 ટ્રાફિક પોલીસ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે