ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના ઢાંકવાડ ગામમાં રસ્તાના અભાવે રાતના અંધકારમાં એક ગર્ભવતી મહિલાને ત્રણ કિલોમીટર જંગલમાં પગપાળા ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. જોકે જંગલ વિસ્તારમાં લાઈટ પણ નહીં હોવાથી ગર્ભવતી મહિલાના સ્વજનો ઝોળીમાં ઉપાડી અને મહિલાને ટોર્ચના પ્રકાશ માં જંગલમાં ત્રણ કિલોમીટર ચાલી અને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે આઝાદીના દશકો બાદ પણ હજુ છેવાળાના અંતરિયાળ વિસ્તારોમાં હાલત દયનીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડવામાં નહિ આવે': ભરત બોધરા


બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર એવા ધરમપુરના ઢાંકવાડ ગામમાં આઝાદીના દસકો બાદ પણ રસ્તાનો અભાવ છે. ઢાંકવાડના એક ફળિયામાં ગર્ભવતી મહિલાને પ્રસુતિની પીડા ઉપરતા તેને હોસ્પિટલ લઈ જવી પડે તેમ હતી. પરંતુ રાતનો સમય હોવાથી અને ગામ સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચવા રસ્તો પણ નહીં હોવાથી ગર્ભવતી મહિલાના સ્વજનોએ પ્રસુતાને ઝોળીમાં નાખી અને ઢાકવાડા ગામથી ત્રણ કિલોમીટર જંગલમાં ચાલી અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન


આઝાદીના 75 વર્ષ બાદ પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઢાંકવાડ ગામ ખાતે રસ્તો ન બનતા બીમાર દર્દીને 3 કિલોમીટર સુધી ઊંચકીને લઈ જવું પડે છે. થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં એક બાળક બીમાર થતા લાંચ પિતાએ બાળકને ઊંચકીને બીજા ગામ સુધી લઈ જવું પડ્યું હતું અને ત્યાંથી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 


મેચ પહેલા મેદાનમાં ભરાયો 'દાદાનો દરબાર'! ખેલાડીઓ અને પ્રેક્ષકો બધાએ કેમ કર્યું...


સ્થાનિક આગેવનો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં પણ આજ દિન સુધી ગામમાં પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં વહીવટી તંત્ર નિષફળ ગયું છે. તો ધરમપુર તાલુકામાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ કેટલાક અંતરીયાલ પહાડી વિસ્તારના ગામોમાં હજુ પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી અવારનવાર આવી જ રીતે લોકો ઈમરજન્સીના સમયમાં પોતાના સ્વજનોને ઝોળીમાં ઉઠાવી અને હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે. ત્યારે આ વિસ્તારના છેવાડાના ગામોમાં રસ્તાઓ બનાવવામાં આવે તેવી જરૂરી છે.