સુરત : માનવ જીવન કરતા દારૂની કિંમત વધારે છે. દારૂ ભરેલી એક ગાડી સાથે ટ્રકનો અકસ્માત થયો હતો. ગાડી સુરતના માંગરોળ પાસે ટ્રકમાં ઠોકાઇ હતી. ગાડીમાંથી દારૂની બોટલો ભરેલી હતી. અકસ્માત બાદ લોકોએ ગાડીના ડ્રાઇવરનાં બચાવવાને બદલે દારૂની લૂંટ ચલાવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નેશનલ હાઇવે 48 પર પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારનો અકસ્માત ટ્રક સાથે થયો હતો. પુરપાટ ઝડપે ખટારા પાછળ ઘુસી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ

અકસ્માત થતા ડ્રાઇવર ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. ડ્રાઇવરની બાજુમાં બેસેલો યુવક ઇજા થતા ત્યાંથી ઢળી પડ્યો હતો. જો કે ગાડીની અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો હતો. મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જો કે અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા. ગાડીની અંદર દારૂનો મોટો જથ્થો હોવાનું ખબર પડતા દારૂની લૂંટ ચલાવી હતી. 


સી.આર પાટીલને અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરોનું અપમાન કર્યું છે: મોઢવાડીયા

ગાડીની અંદર ફસાયેલા એક યુવકને કોઇએ બહાર કાઢવાની તસ્દી પણ લીધી નહોતી. લોકો બાઇકો લઇને દારૂ લેવા માટે આવવા લાગ્યા હતા. જો કે આ અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું. આ મુદ્દે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને ગુનો નોંધીને તપાસ આદરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube