ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદ : રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
સાયબર ક્રાઇમ: આર્મી માટે ઇલાયચી ખરીદવાનાં બહાને પરિવાર સાથે ઓનલાઇન છેતરપિંડી
આ ઉપરાંત સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે, કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની જાણકારીના અભાવ વગેરેને કારણે જરૂરી રેકર્ડ/દસ્તાવેજ એકત્ર કરવામાં સમય જતો હોય છે.
અમદાવાદ: માસ્કનું કહેતા યુવકે કોન્સ્ટેબલે જાનથી મારી નાખવાની ધમકી આપી
સરકારે આ રજુઆતને ધ્યાને રાખીને આવા સંજોગોમાં દિવંગત કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટે સરકારમાં કરવાની થતી અરજીનો સમય ૬ માસથી વધારી ૧ર માસ એટલે કે ૧ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીનું ઓન ડ્યુટી અવસાન થાય તો તેનાં વારસદારને સરકાર તરફથી નોકરી મળતી હતી. જે સરકાર દ્વારા આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર