સાયબર ક્રાઇમ: આર્મી માટે ઇલાયચી ખરીદવાનાં બહાને પરિવાર સાથે ઓનલાઇન છેતરપિંડી
Trending Photos
અમદાવાદ : ઇન્ડિયન આર્મી પર દરેક ભારતીયને સન્માન છે. તેવામાં હવે કેટલાક લોકો આર્મીના નામે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનો એક પરિવાર વિકટ સ્થિતીમાં મુકાયો છે. આર્મી માટે ઇલાયચી ખરીદવી છે તેમ કહીને તેમની પાસેથી તબક્કાવાર રીતે 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. હાલ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.
ઇન્ડિયન આર્મીનાં નામે ફ્રોડ
ઓનલાઇન ચિટિંગ કરનારાઓ હવે ઇન્ડિયન આર્મીનાં નામની મદદ લઇ રહ્યા છે. અમદાવાદની એક મહિલાને ઓનલાઇન ઇલાયચી અને ચા મસાલા વેચી રહી હતી. જેથી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, આર્મી માટે ખરીદી કરવી છે. ધીમે ધીમે આર્મી જવાનનાં નામે બોલતા લોકોએ તેમના 50 હજાર પડાવ્યા હતા. જેના પગલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
ગેંગ ઓનલાઇન મર્ચન્ટને ટાર્ગેટ કરે છે.
આ અંગે સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ ઓફ પોલીસ (ACP) જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું. આવી ગેંગ હમણા એક્ટિવ થઇ છે. આ ગેંગ પોતાની પાસે પહેલાથી આર્મી જવાનોના ફોટોગ્રાફ અને અન્ય વસ્તુઓની વિગત રાખે છે. સામાન્ય રીતે ઓનલાઇન વસ્તુ વેચનારા વેપારીઓને તેઓ ટાર્ગેટ બનાવે છે. ઇન્ડિયન આર્મીનો ફોટો બતાવીને આ ચીટિંગ કરવાની મોડસ ઓપરેન્ટી સરખી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે