અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરમાં આવેલ ઐતિહાસિક અને જોવાલાયક સ્થળ એવા પાલનપુરની શાન ગણાતું માનસરોવર તળાવ તંત્રના પાપે ગંદકીમાં ગરકાવ થતા તેની દુર્દશા દૂર કરવા તંત્ર તો આગળ ન આવતા અનેક રજૂઆત કરી. આખરે કંટાળી ગયેલા એક યુવકે હવે માનસરોવર તળાવને ચોખ્ખું બનાવવાની મુહીમ ઉપાડી છે. ત્યારે કેવી છે માનસરોવરની સ્થિતિ? કયો યુવક આવ્યો છે આગળ? અને કેવી રીતે કરી રહ્યો છે માનસરોવર તળાવને ચોખ્ખું કરવાની કામગીરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?


પાલનપુરની આન,બાન, સાન સમું પાલનપુરનું માનસરોવર તળાવ છે. વર્ષો પહેલા પાલનપુર શહેરના લોકો ઘર વપરાશમાં આ માનસરોવર તળાવના પાણીનો ઉપયોગ કરતા હતા, તો શહેરીજોનો ફરવા પણ આ માનસરોવર તળાવના તટે આવતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આ માનસરોવર તળાવના હાલ બેહાલ બન્યા છે. એક સમયે શહેરનું જોવાલાયક સ્થળ ગણાતા એવા માનસરોવર તળાવમાં પાલનપુર નગરપાલિકની બેદરકારીથી શહેરનું ગંદકીનું પાણી માનસરોવરમાં ઠલવાતા માનસરોવર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. જેને લઈને તળાવની ગંદકી અને બદબુથી શહેરના લોકો માનસરોવર તળાવ નજીકથી પસાર થવામાં પણ કતરાઈ રહ્યા છે. જેને લઈને તળાવની સફાઈ કરવા માટે અનેક લોકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ ધ્યાન ના આપતાં હવે આ ગંદા માનસરોવર તળાવમાં હવે જળકુંભી ઊગી નીકળી છે. અને આ જળકુંભીએ જાણે આખા માન સરોવરને ઘેરી લીધું છે. 


Shocking Video: સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના CCTV આવ્યા, દે ધનાધન 12 રાઉન્ડ ફાયરિંગ


જોકે તળાવમાં ઉગેલી આ જળકુંભી તળાવની અંદર રહેલા જળચર પ્રાણીઓના જીવ લઈ રહી છે ત્યારે આ માન સરોવરમાંથી જળકુંભી દૂર કરી માનસરોવરની ગંદકી દૂર કરાય તેવી શહેરીજનો દ્વારા અનેકવાર પાલિકાથી લઈ જિલ્લા કલેકટર સુધી રજૂઆતો કરાઈ હતી જેમાં પાલનપુરના રવિ સોની નામના એક યુવક દ્વારા પણ તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે હવે આ યુવકે તંત્રની રાહ જોયા વિના જળચર પ્રાણીઓનો જીવ બચાવવા અને માનસરોવર તળાવને બચાવવા હવે આ જળકુંભીને દૂર કરવા નિર્ધાર કર્યો છે અને છેલ્લા બે માસથી જળકુંભીને દૂર કરવાનું સેવાકાર્ય આદર્યું છે.


ગુજરાતમાં આવેલા છે આ 7 અદ્ભુત કિલ્લા, ઈતિહાસની સાથે થશે સાંસ્કૃતિક વારસાના દર્શન


જોકે રવિ સોનીએ આટલા મોટા તળાવની જાતેજ દોરડા વડે હાથથી ખેંચીને કુંભવેલ બહાર કાઢીને તળાવની સફાઈ કેટલાય દિવસો સુધી કર્યા બાદ તળાવ માં છેક કિનારાથી અંદર સુધી રહેલી જલકુંભીને બહાર કાઢવા માટે લોકોના આર્થિક સહયોગથી જલકુંભી બહાર કાઢવા માટેનું અલગ પ્રકારનું મશીન બનાવડાવીને તેનો ઉપયોગ માનસરોવર તળાવ માંથી જલકુંભી બહાર કાઢવા માટે કરી રહ્યો છે..તો સાથે સાથે માનસરોવર તળાવમાં નાવડીઓ દ્વારા પણ તેની સફાઈ કરવામાં રાતદિવસ મહેનત કરી રહ્યો છે.


નકલી સરકારી-અધિકારીઓનો રાફડો ફાટ્યો! પુરુષોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાતા ખળભળાટ


મહત્વની વાત છે કે સામાન્ય રીતે માનસરોવર તળાવની સફાઈની જવાબદારી પાલીકાની છે. પરંતુ પાલિકા જાણે માનસરોવર પોતાની જવાબદારીમાં જ ન આવતું હોય તેમ માનસરોવરની સફાઈમાં આંખ આડા કાન કરી રહ્યું છે. અને દિવસેને દિવસે માન સરોવરની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. ત્યારે માનસરોવરની આ સ્થિતિને સુધારવા રવિ સોનીએ સેવા યજ્ઞ આરંભયો છે. જે સેવા યજ્ઞ બે માસમાં જ વટવૃક્ષની જેમ આગળ વધ્યો છે. અને હવે આ સેવા યજ્ઞમાં માત્ર રવિ સોની જ નહીં પરંતુ શહેરના મોટા ભાગના જાગૃત નાગરિકો જોડાઈ રહ્યા છે.


પાકિસ્તાનના આ પ્રખ્યાત શહેરને ભગવાન શ્રીરામના પુત્ર લવે વસાવ્યું છે, શું તમને ખબર છે


જો કે રવિ સોનીના આ કાર્યમાં શહેરીજનો મોટા પ્રમાણમાં આર્થિક દાન પણ આપતા હવે રવિ સોની અલગ અલગ મશીનરી વસાવી આ સેવા કાર્યને વેગવંતુ બનાવ્યું છે. જોકે છેલ્લા બે માસથી અવિરત માનસરોવરની સફાઈ કરી રહેલા રવિ સોનીએ માન સરોવરને ચોખ્ખું કરવાનો નિર્ધાર કરી શરૂ કરેલું આ સેવા કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધીમાં માન સરોવર તળાવને જળકુંભી મુક્ત બનાવવાનો રવિ સોનીના હોસલાને અન્ય યુવકો અને શહેરીજનો બિરદાવી રહ્યા છે.