ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના બનાવની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા હત્યા કરનાર શખ્સની માધવપુરા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદ વકર્યો...મહંતનું પ્રણ, '24 કલાકમાં ભીતચિંત્રો નહીં હટે તો તેમનો વધ કરી નાખીશ'


આ ઘટનામાં ભોગ બનેલા વ્યક્તિનું નામ અબ્દુલ ભટ્ટી ઉર્ફે બુધિયો છે, જેના પર ગુરુવારની સવારે હુસેનની ચાલી પાસે જઈ રહ્યા હતા ત્યારે આરોપી હનીફ શેખ સાથે જુના ઝગડાના કારણે બોલાચાલી થઈ હતી. ત્યારે જ આરોપી હનીફ શેખે પોતાની પાસે રહેલી લાકડાના ડંડા વડે માથાના ભાગે ફટકા મારી ફરાર થઇ ગયો હતો.


ગુજરાતમાં રાશનકાર્ડધારકો માટે મોટી મુશ્કેલી, આજથી નહીં મળે રાશન! જાણો શું છે મામલો


ત્યારે ઈજાગ્રસ્ત અબ્દુલ ભટ્ટી ઉર્ફે બુધિયો પરિવારના સભ્યોને જાણ થઇ અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે બીજા દિવસે એટલે કે શુક્રવારે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. માધવપુરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને હત્યા કરનાર હનીફ શેખની ધરપકડ કરી લીધી છે.


મહત્વપૂર્ણ નિર્ણય; શહેરીજનોની સુવિધા વધારવા 'દાદા' મહેરબાન, કરાશે 33 કરોડનો ખર્ચ


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આ આવ્યું છે કે મૃતક અબ્દુલ ભટ્ટી પર નાના મોટા 26 ગુના દાખલ થયેલ છે અને હત્યા કરનાર હનીફ શેખ પર નાના મોટા 6 ગુના દાખલ થયેલા છે, ત્યારે પોલીસે હત્યાને લાગતા પુરાવા એકત્ર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


કોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું 10,000 કરોડનું સંભાળી રહી છે સામ્રાજ્ય