Salangpur Hanuman Temple: વિવાદ વકર્યો...મહંતે ભૂજા ઉઠાવી લીધુ પ્રણ, '24 કલાકમાં ભીતચિંત્રો નહીં હટે તો તેમનો વધ કરી નાખીશ'

1/5

તેમણે આ સમગ્ર મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે સનાતન ધર્મને બચાવવા હથિયાર ઉપાડવા પડશે તો હથિયાર પણ ઉપાડીશું. જો ભીતચિંત્રો હટાવવામાં નહીં આવે તો હું તેમનો વધ કરી નાખીશ. 

શું કહ્યું મહંતે

2/5
image

બોટાદના રોકડિયા હનુમાનના મહંતે કાળઝાળ થતા કહ્યું કે "અમે શસ્ત્રો પણ ઉઠાવવા માટે તૈયાર છીએ. હું અત્યાર સુધી કઈ બોલતો નહતો પરંતુ હવે ધર્મની રક્ષા માટે શસ્ત્રો પણ ઉઠાવવા માટે તૈયાર છીએ. હું પ્રણ લઉ છું કે આ લોકો નહીં સુધરે તો હું તેમનો વધ કરી નાખીશ."  

મીડિયા પર પ્રતિબંધ

3/5
image

બોટાદના સાળંગપુર મંદિરમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિર પરિસરમાં વીડિયો કે ઈન્ટરવ્યું ન લેવાની સૂચના અપાઈ છે. વિવાદનો અંત લાવવાના બદલે મીડિયા પર મંદિર પ્રશાસને રોક લગાવી છે. 

શું છે વિવાદ

4/5
image

બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.