અગ્રહરોળના લડવૈયા: 4 પોલીસ કર્મચારીઓ કોરોનાને પરાસ્ત કરી પરત ફર્યા, થયું ભવ્ય સ્વાગત
કોરોનાને કારણે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લોકડાઉન લગાવવામાં આવ્યા ત્યાર બાદ હાલ અનલોક 1.0 ચાલી રહ્યું છે. જો કે લોકડાઉન દરમિયાન લોકો પોતાનાં ઘરમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ સતત ખડેપગે રાત દિવસ ફરજ પર રહીને પોતાની નિષ્ઠા અને અડગતાનું પ્રદર્શન કર્યું. પરંતુ આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપટે પણ ચડી ગયા. ખાસ કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોરોનાની સૌથી વધારે અસર રહી. 2 પોલીસ કર્મચારીઓએ પોતાનાં જીવ પણ ગુમાવ્યા.
મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોનાને કારણે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લોકડાઉન લગાવવામાં આવ્યા ત્યાર બાદ હાલ અનલોક 1.0 ચાલી રહ્યું છે. જો કે લોકડાઉન દરમિયાન લોકો પોતાનાં ઘરમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ સતત ખડેપગે રાત દિવસ ફરજ પર રહીને પોતાની નિષ્ઠા અને અડગતાનું પ્રદર્શન કર્યું. પરંતુ આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપટે પણ ચડી ગયા. ખાસ કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોરોનાની સૌથી વધારે અસર રહી. 2 પોલીસ કર્મચારીઓએ પોતાનાં જીવ પણ ગુમાવ્યા.
ભરૂચ : હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, દર્દથી કણસતા કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને પતરા ચીરીને બહાર કઢાયો
જો કે સમગ્ર પોલીસ બેડામાટે રાહતનાં સમાચાર છે કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં 4 પોલીસ કર્મચારી કોરોનાને મ્હાત આપીને ફરી એકવાર ફરજ પર હાજર પણ થઇ ચુક્યા છે. ફરજ પર પરત ફરેલા તમામ પોલીસ કર્મચારીઓનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે તેમની હિંમતને પણ બિરદાવવામાં આવી હતી.
રાજકોટ : પાડોશી દંપતીની બેરહેમીથી હત્યા કરનાર કોન્સ્ટેબલને 25 વર્ષની સજા ફટકારાઈ
પોતાનાં ભવ્ય સ્વાગતથી અભિભુત થઇને કેટલાક પોલીસ કર્મચારીઓની આંખોમાં હર્ષના આંસુ પણ આવી ગયા હતા. ખાસ 57 વર્ષીય રણજીત સિંહ વાઘેલાએ પણ કોરોનાને મ્હાત આપી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન દ્વારા કોરોના વોરિયરનું સ્વાગત કરવામાં આવ્યું તેમા ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પણ આસપાસનાં દુકાનદારો પણ જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર