ભરૂચ : હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, દર્દથી કણસતા કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને પતરા ચીરીને બહાર કઢાયો
ગત મોડી રાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ અકસ્માતગ્રસ્ત થતા ટ્રકમાં જ ફસાયો હતો. ટ્રકના પતરાં ચીરી ઇજાગ્રસ્તને બહાર કાઢી હોસ્પિટલ મોકલાયો હતો.
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :ગત મોડી રાતે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ અકસ્માતગ્રસ્ત થતા ટ્રકમાં જ ફસાયો હતો. ટ્રકના પતરાં ચીરી ઇજાગ્રસ્તને બહાર કાઢી હોસ્પિટલ મોકલાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ પાસે આવેલ ઝાડેશ્વર બ્રિજ પાસે બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે, એક ટ્રકના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. આવામાં ટ્રક ચલાવનાર ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મુંબઈના મલાડનો વતની વિરેન્દ્ર બરસાતી પાલ (ઉંમર 42 વર્ષ) નામનો શખ્સ અકસ્માત બાદ ટ્રકમાં ફસાઈ ગયો હતો. ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હોવાથી 108ની ટીમ માટે તેને બહાર કાઢવું ભારે જહેમતભર્યું કામ બની ગયું હતું. 108ની ટીમે ટ્રકના પતરા ચીરીને ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો.
વિરેન્દ્ર પાલને ભારે જહેમત બાદ ટ્રકમાંથી બહાર કઢાયો હતો. ટ્રકના પતરા ચીરીને બહાર કાઢ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન ખૂલતા જ હાઈવે પર વાહનો ફરીથી ધમધમતા થયા છે. આવામાં અકસ્માતોનું પ્રમાણ પણ ફરીથી વધવા લાગ્યું છે. બે મહિના બાદ વાહનો હાઈવે પર નીકળતા લોકો બેફામ ગાડી દોડાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે