રાજકોટ : પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચની તોડબાજીનો કિસ્સો હાલ ખુબ જ ચર્ચાન ચકડોળે ચડેલો છે. ધારાસભ્યો પણ તેનો ભોગ બની ચુક્યા હોવાના આક્ષેપો બાદ હવે સમગ્ર તંત્ર દોડતું થયું છે. જો કે આ કેસ સામે આવતા હવે એક પછી એક નવા નવા આરોપો થઇ રહ્યા છે અને ભોગ બનેલા લોકો પણ સામે વી રહ્યા છે. હાલ તો આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલા લેવાઇ શકે છે. સરકાર પણ ચૂંટણી ટાણે દબાણમાં છે એટલે કમિશ્નર જેવા માતેલા સાંઢ પર ગાળીયો કસવાના મિજાજમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરનો એક યુવાન જાહેરમાં આવ્યો હતો અને તેણે પણ ઢોલરાની કરોડોની જમીનમાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાંચે તેને જામનગરથી ઉઠાવી લઇ બે દિવસ ગોંધી રાખ્યો હતો.આ યુવાનને પોલીસ કમિશનરે સમાધાન કરી લેવાનું કહી જો તેનું કહ્યું નહી માને તો ફિટ કરી દેવાની ધમકી પણ આપી હતી. હાલ તો સમગ્ર મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. યુવકે આ અંગે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી નહી થઇ હોવાનું જણાવ્યું હતું. 


જામનગરમાં ગુલાબનગરની બાજુના રવિપાર્કમાં રહેતા કુમારભાઇ પ્રવીણભાઇ કુંભારવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વર્ષ 2013માં ઢોલરામાં ભીખા પાંચા પુંજાણી પાસેથી જમીન ખરીદ કરી હતી. ટોકન પેટે રૂ.21.51 લાખ જમીનમાલિકને આપ્યા હતા. બાકીની રકમ કરાર થયા મુજબ ચૂકવવા તૈયાર હતા. ત્યારબાદ જમીનમાલિક ભીખાએ પારિવારિક પ્રશ્ન આગળ ધરી દસ્તાવેજ કરી આપ્યા નહોતા. અલગ અલગ બહાના શરૂ કર્યા હતા. વર્ષ 2018માં ભીખા પુંજાણીએ અન્ય પાર્ટીને જમીન વેચવા માટેની તજવીજ કરતાં કુમારભાઇએ જિલ્લા પોલીસમાં અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ અંગે લેખિત જાણ પણ કરી હતી.


વર્ષ 2021માં જમીનના ભાવ આસમાનને અડતાં જમીનમાલિક ભીખાએ પોતાના પરિચિતો અને અન્ય લોકો દ્વારા કુમારભાઇને સમજાવી કરાર રદ કરાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે કુમારભાઇ કોઇ દબાણમાં આવ્યા નહોતા. અંતે ગત તા.23 સપ્ટેમ્બર 2021ના રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રિના કુમારભાઇના ઘરે ધસી ગઇ હતી અને કોઇપણ વાત કર્યા વગર અને પરિવારજનોને પણ જાણ કર્યા વગર કુમારભાઇને વાહનમાં બેસાડી રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા.


પોલીસે જમીનના કરાર રદ કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. ગાળો ભાંડવા ઉપરાંત અન્ય ગુનામાં ફિટ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આખીરાત લોકઅપમાં રાખ્યા હતા. બીજા દિવસે બપોરે કુમારભાઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસે તેની કચેરીમાં લઇ જવાયા હતા.જ્યાં કમિશ્નરે તેને ફીટ કરવાની ધમકી આપીને મારા માણસો જેમ કહે તેમ કર તેવી ધમકી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube