ગુજરાત: હોળાષ્ટક બાદ ભાજપ કોંગ્રેસનાં ઉમેદવારો ભરશે રાજ્યસભાનું ફોર્મ
રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. છઠ્ઠી માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. જાહેરનામું વિધાનસભા સચિવાલયમાં લગાડી દેવાયું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ચૂંટણી પંચ દ્વારા 13મી માર્ચે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી થઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષો આ દિવસે જ ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોળાષ્ટક હોવા ઉપરાંત રાજકીય પક્ષો રાજ્યસભાની ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી ઉમેદવારો મુદ્દે સસ્પેન્સ જાળવે છે. જેથી છેલ્લી તારીખે છેલ્લી ઘડીઓમાં જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.
ગાંધીનગર : રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થઇ ચુક્યું છે. છઠ્ઠી માર્ચથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. જાહેરનામું વિધાનસભા સચિવાલયમાં લગાડી દેવાયું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ચૂંટણી પંચ દ્વારા 13મી માર્ચે ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી થઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષો આ દિવસે જ ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોળાષ્ટક હોવા ઉપરાંત રાજકીય પક્ષો રાજ્યસભાની ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી ઉમેદવારો મુદ્દે સસ્પેન્સ જાળવે છે. જેથી છેલ્લી તારીખે છેલ્લી ઘડીઓમાં જ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.
ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું
30 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ જ ફોર્મ ભરી શકે, વિધાનસભા 10 સભ્યોનુ સમર્થન જરૂરી
આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પણ કેટલીક મહત્વની બાબતો છે જેના કારણે ગમે તે વ્યક્તિ આ ફોર્મ ભરી શકતી નથી. ઉંમર 30 વર્ષથી વધારે હોવી જોઇએ. આ લઘુત્તમ 10 ધારાસભ્યોનુ સમર્થન પણ પ્રાપ્ત હોવું જોઇએ. રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે. જે પૈકી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક કરવામાં આવે છે. બાકીના સભ્યો રાજ્ય વિધાનમંડળ અને કેન્દ્ર શાસિત પ્રદેશના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાનું વિસર્જન થતું નથી. તેના ત્રીજા ભાગના સભ્યો દર બે વર્ષે બદલાય છે. આ ઉપરાંત આ સભ્યોની મુદ્દ 6 વર્ષ નક્કી કરવામાં આવે છે.
સુરત કમિશનરની મોટી જાહેરાત, બદલાઈ જશે શહેરનો ચહેરો
બંન્ને પક્ષોના ઉમેદવારો નક્કી
રાજ્યસભાએ ભારતના સર્વોચ્ચ સદન તરીકે ઓળખવામાં આવે છે. આ માટેની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી પંચ મારફતે રાજ્યોની વિધાનસભા દ્વારા કરવામાં આવે છે. આ ચારેય બેઠકોની ચૂંટણી પ્રક્રિયા 30 માર્ચ 2020ના પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે બંન્ને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ભાજપમાંથી ચારેય બેઠકો પર ઉમેદવારો ઉભા કરવામાં આવે અને સામે કોંગ્રેસ તે રીતે કરે તો ચૂંટણી નક્કી છે. જો કે બંન્ને પક્ષો સમજુતી કરે તો 2-2 બેઠકો આપોઆપ બિન હરીફ આવી શકે તેમ છે.