માથાભારે પુત્રવધુ: નિવૃત પોલીસ અધિકારીને છુટ્ટી ટોપલી મારીને માથુ ફાડી નાખ્યું આવ્યા 10 ટાંકા
શહેરનાં સાબમરી વિસ્તારના ધર્મનગર ખાતે નિવૃત પોલીસ કર્મચારીને તેમની જ પુત્રવઘુએ માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વહુએ સસરા (નિવૃત ASI) ને માથામાં શાકભાજી ભરેલું બાસ્કેટ છુટ્ટું મારતા તેનું માથુ ફાટી ગયું હતું. સારવાર માટે ખસેડતા તેમને માથાના ભાગે 10 ટાંકા આવ્યા હતા. આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ થતા પોલીસે તપાસ આદરી છે.
અમદાવાદ : શહેરનાં સાબમરી વિસ્તારના ધર્મનગર ખાતે નિવૃત પોલીસ કર્મચારીને તેમની જ પુત્રવઘુએ માર માર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વહુએ સસરા (નિવૃત ASI) ને માથામાં શાકભાજી ભરેલું બાસ્કેટ છુટ્ટું મારતા તેનું માથુ ફાટી ગયું હતું. સારવાર માટે ખસેડતા તેમને માથાના ભાગે 10 ટાંકા આવ્યા હતા. આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ થતા પોલીસે તપાસ આદરી છે.
બેવડી નીતિ? પોલીસે રથયાત્રાને મંજૂરી નથી આપી પરંતુ બંદોબસ્તની અભુતપૂર્વ તૈયારી શરૂ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સાબરમતીના ધર્મનગર ખાતે રહેતા કાંતિલાલ પુરોહિત પોતાનાં પરિવાર સાથે રહે છે. કાંતિલાલ 1988માં એએસઆઇ તરીકે નિવૃત થયા હતા. તેમને સંતાનોમાં 2 પુત્રો છે. જે પૈકી એક પુત્ર લંડનમાં છે. જ્યારે એક પુત્ર અહીં પરિવાર સાથે જ રહે છે.11 તારીખે સસરા અને પુત્ર સંજયની વહુ વચ્ચે રૂમમાં જોવા બાબતે માથાકુટ થઇ હતી. જેના કારણે જોતજોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
કાર કૌભાંડ: ક્રાઇમબ્રાંચના 2 કોન્સ્ટેબલની કિંમત PI કરતા પણ વધારે ! ભીનુ સંકેલવાનો પ્રયાસ?
સામાન્ય બાબતથી ચાલુ થયેલી માથાકુટે જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલી વહુએ શાકભાજીનું બાસ્કેટ સસરાનાં માથામાં છુટ્ટું માર્યું હતું. કાંતિલાલનું માથુ ફાટી જતા તેમને તત્કાલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને ઇજા પર 10 ટાંકા આવ્યા હતા. હાલ આ મુદ્દે પુત્રવધુ શ્રદ્ધા સામે ગુનો દાખલ થયો છે અને પોલીસ આ મુદ્દે વધારે તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube