મુસ્તાક દલ/જામનગર: જામનગરમાંથી નકલી ચલણી નોટોનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું છે. એલ.સી.બીની ટીમે જામનગરના પટેલે કોલોની વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે જામનગર જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી, ધરપકડ કરાયેલા આ શખ્શ પાસેથી રૂપિયા 65,500ની નવી ખોટી ચલણી નોટો ઝડપી લેવામાં આવી છે. તેની પાસેથી 2000ના દરની 32 અને 500ના દરની 7 જેટલી ખોટી નોટો ઝડપી લેવામાં આવી છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી નકલી નોટો બનાવાની સામગ્રી પણ જપ્ત કરી છે. 


નકલી નોટો બનાવાનું મશીન પણ જપ્ત 
જામનગરમાંથી ઝડપાયેલ આ આરોપી પાસેથી નકલી નોટો બનાવનું મશીન અને તેની સામગ્રી પણ ઝડપી લેવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું માનવું છે, કે આ કેસમાં બીજા અન્ય કેટલાક લોકોના નામ ખુલી શકે છે. જ્યારે આ આરોપીએ આ નોટો વાપરી હોવાનો પણ ખુલાસો થયો છે. જો આ નોટો માર્કેટમાં ફરતી થાય તો પોલીસ માટે પણ તે ચિંતાનો વિષય બની શકે છે.