અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદની ઓળખ બની ગયેલા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો બીજો તબક્કો અત્યંત પુરઝડપે આગળ વધી રહ્યો છે. 850 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલા રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની ઈન્દિરાબ્રિજ સુધી પૂર્ણ થતાની સાથે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નાગરિકો માટે ગાંધીનગર જવાનું સરળ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે! સપ્ટેમ્બરમાં સારા વરસાદ સાથે અંબાલાલની નવી આગાહી


સાબરતમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં વર્તમાન રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવાની અનેક રજૂઆતો થઈ હતી. જેને ધ્યાનમાં લઈને તે મુજબ પ્લાનિંગ અને ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ફેઝ-1 અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર 11.5 કિલોમીટર લંબાઈના રસ્ત સહિતનો વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાન રિવરફ્રન્ટને બીજા ફેઝમાં ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવા માટે પૂર્વમાં 5.8 કિલોમીટર અને પશ્ચિમમાં 5.2 કિલોમીટર સુધી ડેવલપ કરાશે. જેનાથી બંને બાજુએ થઈને રિવરફ્રન્ટની લંબાઈ 34 કિલોમીટર થશે. 


ગુજરાત: મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, કપલોને ટાર્ગેટ કરી યુવતી સાથે કરાતી બદસલૂકી


રિવરફ્રન્ટ ફેઝ-2 અંતર્ગત પણ નદીની બંને બાજુએ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, બાગ-બગીચા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, વોર મેમોરિયલ અને આર્ટ એન્ડ કલ્ચર પ્રોગ્રામ માટેની જગ્યા ઉપરાંત નાગરિકોને હરવાફરવા માટેનું ઉત્તમ સ્થળ તરીકે વિકસાવાશે. રિવરફ્રન્ટ ફેઝ-2 માટે હાઈડ્રોલોજી અને હાઈડ્રોલીક સ્ટડીનું કામ પૂર્ણ થયું છે. તેની ચકાસણી રૂરકી સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી પાસે કરાવવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટથી પર્યાવરણ પર શું અસર થશે તેની પણ સમીક્ષા કરાઈ છે. 


કાયદાના રક્ષકો કે વ્યાજખોરો! અ'વાદ બાદ સુરતમાં પોલીસે વેપારીને લૂંટ્યો: 50 લાખ પડાયા


સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 માટે અમદાવાદ જિલ્લાનાં ચાર ગામની આશરે 72 હેક્ટર નદી પૈકીની જમીનનો આગોતરો કબજો લેવાયો છે. જ્યારે ગાંધીનગર જિલ્લાની બે નદી પૈકીની 20 હેક્ટર જમીનનો કબજો લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત બેરેજ કમ બ્રિજ માટે પૂર્વ છેડે કેન્ટોનમેન્ટ બોર્ડની 13 હેક્ટર જમીન મેળવવા માટે કેંદ્રીય સ્તરેથી મંજૂરી મળી ગઈ છે. 


ખેડૂતોના હિતમાં સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; આખા ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ


નોંધનીય છે કે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ સાકાર થશે એટલે વાસણા આંબેડકર બ્રિજથી વાહનચાલકો ઈન્દિરાબ્રિજ મારફતે સડસડાટ ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજના લીધે આશ્રમરોડ સહિતના અન્ય રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. સૌથી અગત્યની વાત કે, રિવરફ્રન્ટ સેકન્ડ ફેઝમાં મોટેરા નજીક પાણીના સંગ્રહ માટે બેરેજ કમ બ્રિજ બનાવાશે, જેની મદદથી પશ્ચિમ વિસ્તારના નાગરિકો સીધા એરપોર્ટ અને ગાંધીનગર જઈ શકશે. 


સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ


સાબરમતી નદી ઉપર વાસણા ખાતે એક બેરેજ છે અને હવે બીજો બેરેજ મોટેરા પાસે બનશે ત્યારે સાબરમતી નદીમાં મોટેરાથી લઈને વાસણા બેરેજ સુધીનું પાણીનું સ્તર જળવાઈ રહેશે. જેનાથી આસપાસના વિસ્તારોના ભૂગર્ભજળ સ્તર ઊંચા આવશે અને રિવરફ્રન્ટની બંને સાઈડ વાહન હંકારતા લોકોને અદ્ભૂત નજારો જોવા મળશે. 


મોટી કરૂણાંતિકા! રાખડી બાંધવા આવેલ બહેનને જમવાનું લાવવાની કહી નીકળેલ ભાઈનો ઘરે આવ્યો


મોટેરા પાસે બેરેજ બનાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈ કારણોસર નર્મદા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાય કે પછી પાણીનું લેવલ ઘટાડવામાં આવે ત્યારે મોટેરા બેરેજ આગળ પાણીનો વિશાળ જથ્થો સંગ્રહ કરી શકાશે અને શહેરીજનોને 10-15 દિવસ સુધી પાણીની તકલીફ નહીં પડે.