ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; આખા ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામાં આવી રહી છે.
અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. 02.09. 2023થી કરાશે.
આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.૦૫.૦૯. ૨૦૨૩થી ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે