સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે જ્યાં પુત્રએ જ સગા માતા-પિતા પર હુમલો કરતા પિતાની હત્યા થઈ છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં રાવળ વાસમાં રહેતા નાનજીભાઈ ઉકળાભાઈ વસાવા તેમના ચાર સંતાનો સાથે વડાગામમાં આવેલા રાવળ વાસમાં રહે હતા. પુત્રએ પારિવારીક બોલચાલ થતા માતા-પિતા પર ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં માતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને પિતાનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેનાનજીભાઈ ઉકળાભાઈ વસાવાના પુત્ર અશ્વિનના લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પત્ની વડાગામ ખાતે ન આવતી હોવાથી તેને લાવવા માટે અવાર નવાર કહેતા હતા. પરંતુ અશ્વિને તેની પત્નીને તેડી લાવવાના બદલે ગુસ્સે ભરાઈને તેના માતા પિતા પર ઘરમાં રહેલા ધોકા વડે હુમલો કરી દેતા તેના પિતા નાનજી ભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ તેની માતાને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.


આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 7ના મોત


મૃતક નાનજીભાઈના પુત્ર રાજુભાઇની ફરિયાદના આધારે આરોપી પુત્ર અશ્વિન વસાવા સામે ધનસુરા પોલીસ મથકે ગુનો હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. અને તેની અટકાયત કરી જેલભેગો કરવામાં આવ્યો છે. ત્યારે હાલ તો ચાર બાળકોના પિતા અશ્વિને ખુદના માતા-પિતા પર હુમલો કરી પિતાની હત્યા કરી છે. માતા જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.


ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો



હાલ આરોપીના ચાર બાળકો નોધારા થઇ ગયા છે. સામાજિક સમાધાનના ઘટતા પ્રભાવ વચ્ચે આવી હિચકારી ઘટનાઓ સમાજના સિદ્ધાંતોને હચામાવી નાખે છે. ત્યારે હવે દારૂના વધતા વ્યસન વચ્ચે અસહિષ્ણુતાનો પ્રભાવ આવી ઘટનાઓ સમાજ માટે કલંક સમાન છે.