આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ

આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.   

Updated By: May 21, 2019, 06:06 PM IST
 આણંદ: આંકલાવ તાલુકા પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત 10 ઘાયલ

લાલજી પાનસુરીયા/આણંદ: આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 10 કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

ટેન્કર અને પિકઅપ વેન વચ્ચે થયેલા અકસ્માતમાં પિક અપ વેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટેન્કર અને પિકઅપ વેન ઘડાકા ભેર ટકરાઇ હતી. જેમાં પિકઅપ વેનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. પિકવેનમાં સવાર 9 જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા.

ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો

આણંદ આંકલાવ તાલુકા પાસે આવેલા ગંભીરા ગામ પાસે થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા તથા 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પિકઅપ વેનમાં આશરે 15 જેટલા લોકો સવાર હતા. અકસ્માત થતા મોટી સંખ્યામાં સ્થાનિકો મદદ કરવા માટે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ અકસ્માત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતકોના પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.