જયેશ દોશી/નર્મદા: 31 ઓકટોમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે આ દુનિયાની અજાયબી જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને આજે નાતાલની રજાને કારણે પ્રવાસીઓ નું ઘોડાપુર ઉમટી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીઆઇપીઓનું ગુજરાતનું હબ બન્યું સ્ટેચ્યું ઓફ યુનિટી 
દુનિયાના સહુથી મોટા સ્ટેટ્યૂને જોવા માટે આજના નાતાલ પર્વે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ આ સ્ટેટ્યૂની મુલાકત લીધી છે. 31 ઓક્ટોબરના રોજ આ સ્ટેટ્યૂના રાષ્ટ્રપન બાદ ભારતભરના વીવીઆઈપી અને રાજનેતાઓએ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 


પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર 
સાથેજ પ્રવાસીઓના આકર્ષણ સાથે આ સ્થળ મહાનુભાવોના બેઠક માટેનું પણ સ્થળ બની રહ્યું છે ગત સપ્તાહે અહીં ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફ્રન્સ યોજાઈ હતી. અને આગામી 8 જાન્યુઆરીએ અહીં પતંગમહોત્સવ પણ યોજાય તેવા એંધાણ છે. વળી હાલ રજાઓના માહોલમાં પ્રવસીઓ અહીંના કુદરતી સૌંદર્ય અને આઠમી અજાયબી સમાન સ્ટેટ્યૂને નિહાળીને ઉત્સાહિત થઇ રહ્યા છે.


વધુ વાંચો...31 ડિસેમ્બરને લઇને બુટલેગરોની દારૂની હેરાફેરી માટે અવનવી ટેકનિક, પોલીસ પણ તૈયાર


સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણની અનુભૂતી 
આ સ્ટેટ્યૂ બનવાવા માટે પ્રવાસીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે અને આ સ્ટેટ્યૂને જોઈએ ગદગદિત થઇ જાય છે. અને આ અદભુત કલા કારીગીરીના વખાણ કરતા થાકતા નથી વળી પ્રદુષણ મુક્ત વાતાવરણ અને સાપુતારાની ગીરી કંદરાઓ વચ્ચે બનાવવામાં આવેલ સરદારસાહેબના આ સ્ટેટ્યૂ પર પ્રવાસીઓને સ્વચ્છ હવા અને કુદરતી વાતાવરણને કારણે આનંદની અનુભૂતિ થાય છે.


[[{"fid":"196548","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sarsar-Sarovar","field_file_image_title_text[und][0][value]":"Sarsar-Sarovar"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sarsar-Sarovar","field_file_image_title_text[und][0][value]":"Sarsar-Sarovar"}},"link_text":false,"attributes":{"alt":"Sarsar-Sarovar","title":"Sarsar-Sarovar","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રવાસીઓ માને છે મીની કાશ્મીર 
પ્રવાસીઓ અહી વારંવાર આવવા આકર્ષાય છે.  નર્મદા જીલ્લાના સૌદર્યને કાશ્મીર સાથે સરખાવી મીની કાશ્મીરનું બિરુંદ આપે છે. સતત કામકાજ વચ્ચે જોડાયેલા માનવ જિંદગીમાં રજા અને પ્રવાસ મશીનમાં પૂરતા ઇંધણનું કામ કરતુ હોય છે. તેથી જ આ કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ હોટ ફેવરીટ રહ્યો છે તેમાંય સ્ટેટ્યૂ ઓફ યુનિટી જિલ્લામાં એક યશ કલગી સાબિત થઇ રહ્યો છે.


વધુમાં વાંચો...20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ


હવે શરૂ થઇ હેલિકોપ્ટરની પણ સુવિધા
સ્ટેટ્યૂ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસી માટે હાલ લીમડી ખાતે જેપી કંપનીના હેલિપેડ ખાતે આ સેવા સરૂ કરવામાં આવી છે. જેમ ઉત્તરાખંડ, ચારધામમાં હેલીકોપ્ટરની સેવા આપે છે. એ જ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે. હવે પ્રવાસીઓ આ હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂહનો નજરો પણ માણી શકશે. સાથે જ પ્રવાસીઓમાં ઘણો ઉત્સાહ જણાઈ રહ્યું છે.