ખેડૂતથી એરફોર્સમાં જોડાવા સુધીની સંઘર્ષ ગાથા, NCC કેડેટે ભાવેણાનું ગૌરવ વધાર્યું
કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને ૯ ગુજરાત બટાલિયન અમદાવાદ એન.સી.સી યુનિટના કેડીટ જયદત્તસિંહ સરવૈયાની ભારતીય એરફોર્સના ટેકનીકલ વિભાગમાં પસંદગી કરવામાં આવી છે. જે અંગેનો જોઈનીંગ લેટર એરફોર્સ વિભાગ તરફથી જયદત્તને મળતા તેમનો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. જયારે આગામી દિવસોમાં જયદત્ત એરફોર્સ એકેડમી હૈદરાબાદ ખાતેથી ટ્રેઈનીંગમાં જોડાઈ તેમના સ્વપ્ન સમી રાષ્ટ્રસેવાનો પ્રારંભ કરશે.
ભાવનગર: કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને ૯ ગુજરાત બટાલિયન અમદાવાદ એન.સી.સી યુનિટના કેડીટ જયદત્તસિંહ સરવૈયાની ભારતીય એરફોર્સના ટેકનીકલ વિભાગમાં પસંદગી કરવામાં આવી છે. જે અંગેનો જોઈનીંગ લેટર એરફોર્સ વિભાગ તરફથી જયદત્તને મળતા તેમનો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. જયારે આગામી દિવસોમાં જયદત્ત એરફોર્સ એકેડમી હૈદરાબાદ ખાતેથી ટ્રેઈનીંગમાં જોડાઈ તેમના સ્વપ્ન સમી રાષ્ટ્રસેવાનો પ્રારંભ કરશે.
દવાની બોટલમાં દારૂ: વલસાડ પોલીસે દવાની ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ
વેપારીઓ તરીકે જાણીતા ગુજરાતીઓ રાષ્ટ્રસેવા કાજે હવે દેશના સીમાડાની રક્ષામાં પણ જોડાઈ રહ્યા છે. ભાવનગરના કાળીયાબીડ ખાતે રહેતા ખેડૂત અને વેપારી એવા પ્રદ્યુમનસિંહ સરવૈયાનો મોટો પુત્ર જયદત્તસિંહ કે જે ગાંધીનગર ખાતે પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સીટી ખાતે અભ્યાસ કરતા હોય તેમજ એન.સી.સી યુનિટ અમદાવાદ ૯ બટાલિયનના કેડીટ હોય. જેની પસંદગી ભારતીય એરફોર્સના ટેકનીકલ વિભાગ માટે કરવામાં આવી છે. નાનપણથી જ રાષ્ટ્રપ્રેમની ભાવના દિલમાં પ્રજ્વલિત રાખી તેમજ ટીવી પર રીપબ્લીક-ડે પરેડ નિહાળી એક દિવસ તેમાં પણ જોડાવાની નેમ સાથે પોતાનો અભ્યાસ અને એન.સી.સી માં જોડાયો હતો. અભ્યાસની સાથે સાથે એન.સી.સી નો અનુભવ તેમના માટે એમ મહત્વપૂર્ણ સંદેશ લઈને આવ્યો જેમાં થોડા સમય અગાઉ એરફોર્સમાં પસંદ થવા લેખિત અને ઈન્ટરવ્યું પરીક્ષા પાસ કરી હતી. જેમાં તે સફળ રહેતા ભારતીય એરફોર્સ વિભાગે તેની ટેકનીકલ વિભાગમાં જોઈનીંગ અંગેનો લેટર ઈશ્યુ કર્યો છે. આ લેટર મળતા જ પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.જે ખુશી જયદત્તે પોતાના મુખે વર્ણવી હતી અને તમામ શ્રેય તેના માતાપિતા-ગુરુ અને એન.સી.સી ના અધિકારીઓને આપ્યો હતો.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા સ્વામી મહારાજની જન્મજયંતી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉજવાશે
દરેક માતાપિતાનું પોતાના બાળક માટે એક સ્વપ્ન હોય છે. જે સ્વપ્ન સાકાર કરવા માતાપિતા તનતોડ મહેનત કરતા હોય છે. ભાવનગરના પાલીતાણાના વતની અને હાલ વેપાર અર્થે ભાવનગરમાં રહેતા પ્રદ્યુમનસિંહ સરવૈયા આજે ગૌરવ અનુભવી રહ્યા છે. નાનપણમાં જ પોતાના પુત્ર જયદત્તનું હુલામણું નામ "કર્નલ" રાખ્યું હતું. જયારે હાલ જયારે આ "કર્નલ" સમું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે ત્યારે આ સ્વપનને સાકાર કરવામાં માતાપિતાની પણ મહત્વની ભૂમિકા રહી છે. ક્ષત્રીય સમાજ સીમાડાની રક્ષા સદીઓથી કરી રહ્યો છે ત્યારે ક્ષત્રીય પ્રદ્યુમનસિંહ સરવૈયા અને તેના પત્ની ધર્મિષ્ઠા બા તેમના પુત્રની ભારતીય એરફોર્સમાં સિલેકશન થતા ગૌરવ અનુભવી રહ્યા છે. જયારે જયદત્તનો નાનો ભાઈ પણ મોટાભાઈના પગલે દેશની રક્ષા માટે સજ્જ થઇ રહ્યો છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો, Z કક્ષાની સુરક્ષા પ્રદાન કરાશે
થોડા દિવસોમાં જયદત્તસિંહ હૈદરાબાદ એરફોર્સ એકેડમી ખાતેથી પોતાની મિલેટ્રી ટ્રેઈનીંગનો પ્રારંભ કરશે. ૬ માસની ટ્રેઈનીંગ બાદ બેંગલોર એરફોર્સ એકેડમી ખાતે ટેકનીકલ ટ્રેઈનીંગમાં જોડાશે અને ત્યારબાદ તે દેશની સેવા કાજે કાર્યરત બનશે અને જે વર્દીનું સ્વપ્ન તેમને નાનપણમાં જોયું હતું તે સાકાર થશે. એટલે કે ગોહિલવાડની ગુંજ હવે ગગનમાં પણ ગુંજશે તેમ કહેવું ખોટું નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube