ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો, Z કક્ષાની સુરક્ષા પ્રદાન કરાશે

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હવે ઝેડ સુરક્ષા આપવામાં આવશે. રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ સૌથી મહત્વની કેટેગરી ગણાતી ઝેડ સુરક્ષા ગૃહ રાજ્યમંત્રી ને અપાશે. અત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને y plus સુરક્ષા પુરી પાડવામાં આવે છે. 

Updated By: Sep 12, 2020, 08:51 PM IST
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો, Z કક્ષાની સુરક્ષા પ્રદાન કરાશે

હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હવે ઝેડ સુરક્ષા આપવામાં આવશે. રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અને હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે. ત્યારબાદ સૌથી મહત્વની કેટેગરી ગણાતી ઝેડ સુરક્ષા ગૃહ રાજ્યમંત્રી ને અપાશે. અત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને y plus સુરક્ષા પુરી પાડવામાં આવે છે. 

Gujarat Corona Update: નવા 1365 દર્દી, 1335 દર્દી સાજા થયા, 15 લોકોનાં મોત

જોકે છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની સુરક્ષામાં વધારો કરવો જરૂરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરતાં પણ હવે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં વધારો થશે. ઝેડ સુરક્ષા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને મળતા તેમની સુરક્ષામાં વધારો થશે. આ સુરક્ષામાં વધારા પ્રમાણે એકના બદલે બે escort, નિવાસસ્થાને 6 ગાર્ડ મળશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube