ગૌરવ પટેલ/અમદાવાદ : મહનગર પાલિકની ચુંટણીઓના એક વર્ષ પહેલાં અમદાવાદ શહેર કોંગ્રેસના માળખાનું વિસર્જન કરી નિષ્કિય લોકોને સંકેત આપ્યો છે. વર્ષ 2020માં અમદાવાદ મહાનગર પાલિકાની ચુંટણીઓને ધ્યાન રાખી એવા લોકોને સંગઠનમાં સ્થાન અપાશે જેમને સક્રિય ભુમિકા ભજવી હોય. બેઠક અને વિરોધના કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર લોકોને અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં પણ ગેરહાજર રાખવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ખુબજ નહિવત જનાધાર ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું અસ્તિત્વ મજબુત કરવા માટે કવાયત શરૂ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...


માળખામાં યોગ્ય પ્રાણ ન હોવાથી માળખાનુ વિસર્જન કર્યુ અને હવે જે નવુ માળખુ બનશે એના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખની સીધી નજર રહેશે. વિરોધપક્ષની ભુમિકા સરકાર અને સત્તા સામે મુદ્દા ઉભા કરી વિરોધ કરવાની હોય છે, આવા અમદાવાદ શહેરના વિરોધ પ્રદર્શના આયોજનની બેઠક અને વિરોધ પ્રદર્શનમાં ગેર હાજર રહેનારા લોકોને સંગઠન તથા ચુંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. અમદવાદ મહાનગર પાલિકમા કોંગ્રેસના 45થી વધારે કોર્પોરેટર છે અને સંગઠનમાં 48 વોર્ડ પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી સહિતનુ 150 કરતાં વધારેનું માળખુ છે. જો કે વિરોધ પ્રદર્શનમાં આ વાત સામે આવતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા નિષ્ક્રિય લોકોને સંગઠન અને ચુટણીની ટીકીટથી બાકાત રાખવાની તૈયારી કરી છે. 


અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને પડશે મોંઘવારીનો માર
સાબરમતીને શુદ્ધ કરવા અનોખા તરતા ગાર્ડનનો નવતર પ્રયોગ, પુરમાં પણ નહી તણાય
કેન્દ્ર સરકારે નોટબંધી કરી જેનો સૌથી વધારે વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાના કોંગ્રેસના 50 પૈકી 30 કાઉન્સીલર ગેરહાજર રહ્યા હતા. 13 નવેમ્બર 2018ના રોજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઇન્કમટેક્ષ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના 48 વોર્ડ પૈકી શહેર કોંગ્રેસના 11 વોર્ડ પ્રમુખ ગેરહાજર રહ્યા હતા.


હવે ઘરમાં રહેતી ગૃહિણીઓ પણ નથી સલામત, વાપીનો ચોંકાવનારો કિસ્સો 


છેલ્લે એઆઇસીસીની સુચના પ્રમાણે જનવેદના સંમેલન રાખવામાં આવ્યુ હતું. જેના આયોજન માટે અમદાવાદ શહેર કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 48 વોર્ડ પ્રમુખ પૈકી ના 23 વોર્ડ પ્રમુખ ગેર હાજર રહ્યા હતા. હવે જ્યારે નવા સંગઠનની રચવા થવાની છે, ત્યારે આ તમામ હોદ્દેદારો અને કાઉન્સીલરોની હાજરી અને ગેર હાજરીની નાંધ લેવામાં આવશે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાન્ત પટેલે ગેરહાજર રહેનારા હોદ્દેદારો અને કાઉન્સીલરો સામે લાલ આઁખ કરી નોટીસ ફટકારી લેખીત જવાબની માંગ કરી  જોકે અમદાવાદ શહેરના કાંગ્રેસના બે ધારાસભ્યોના વિરોધના પગલે તેમણે હથીયાર હેઠા મુકવા પડ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube