સાબરમતીને શુદ્ધ કરવા અનોખા તરતા ગાર્ડનનો નવતર પ્રયોગ, પુરમાં પણ નહી તણાય
Trending Photos
અમદાવાદ : સાબરમતી નદીને (Sabarmati Riverfront - Wikipedia) શુદ્ધ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. મશીનો પણ વસાવવામાં આવ્યા છે. જો કે નદીને શુદ્ધ કરવા જેટલા પ્રયાસો થાય છે તેટલી જ નદીને વધારેને વધારે અશુદ્ધ કરવામાં આવે છે. જો કે હાલમાં પ્રાયોગિક ધોરણે ફ્લોટિંગ ગાર્ડન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ ફ્લોટિંગ ગાર્ડન હાલ 12.5 ચોરસમીટરનું બનાવાયું છે. ચોરસમીટર દીઠ ગાર્ડનનો ખર્ચ હાલ 20 હજાર રૂપિયા જેટલો થાય છે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર આ પ્રોજેક્ટના ખર્ચને ઘટાડીને 10 હજાર કરવામાં આવશે.
પુરમાં પણ ગાર્ડનને નુકસાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા
આ ગાર્ડનની વિશેષતા છે કે તેમાં 3 લેયરનો છે અને સૌથી નીચે બેક્ટેરિયાનું લેયર કરવામાં આવ્યું છે. આ એવા બેક્ટેરિયા હોય છે જે પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે. બીજા લેયરમાં માટી મુકવામાં આવી છે જે ભેજનું પ્રમાણ જાળવી રાખશે. સૌથી ઉપરના લેયરમાં કેના, અમ્બ્રેલા પામ અને એલિફન્ટ ગ્રાસ જેવા એક્વાટિક પ્લાન્ટને ઉગાડવામાં આવશે. આ પ્લાન્ટની ખાસીયત છે કે તેના મુળીયા સીધા જ પાણીમાં જાય છે અને પાણીમાંથી પોષમ મેળવે છે. આ ગાર્ડનને કારણે પાણી શુદ્ધ થતું જાય છે.
આ માણસની જાગૃતિને કારણે બચી ગયા સુરતના ફુલ જેવા બાળકોના જીવ, ગમે ત્યારે મોટા એક્સિડન્ટનો હતો ભય
પ્રાયોગીક ધોરણે ડફનાળા નજીક આ ગાર્ડન ચાલુ કરવામાં આવ્યો છે. પ્રયોગ સફળ રહેશે તો 200 ચોરસમીટરમાં ફ્લોટિંગ ગાર્ડન મુકાશે. નદીમાં પાણી છોડવામાં આવે કે પુર આવે તેવી સ્થિતીમાં ગાર્ડન તણાઇ ન જાય તે માટે નદીના તળીયે ખાસ એન્કરિંગ કરવામાં આવ્યું છે. જેથી આ ગાર્ડન વહેતા પાણી અને પુરમાં પણ તળીયે લોખંડના તારથી ગાર્ડન બંધાયેલું હોવાનાં કારણે તણાઇ નહી જાય. આ રીતે પાણી શુદ્ધ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે