અતુલ તિવારી/ અમદાવાદ : ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube