વડોદરાના તાંદલજા વિસ્તારનો હવાલો BSFને સોંપાયો, પોલીસ સાથે ફ્લેગમાર્ચ
વડોદરા શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રેડ ઝોન તાંદલજામાં BSF ને હવાલો સોંપવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે નાગરવાડા વિસ્તારનું તાંદલજા વિસ્તાર સાથે કનેક્શન હોાનું બહાર આવ્યું હોવાથી રેડ ઝોન યથાવત્ત રખાયો છે. આ વિસ્તારમાં પોલીસ અને BSFના જવાનોએ એક સાથે પેટ્રોલિંગ કર્યું હતું.
વડોદરા : વડોદરા શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે રેડ ઝોન તાંદલજામાં BSF ને હવાલો સોંપવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં અત્યાર સુધી લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જો કે નાગરવાડા વિસ્તારનું તાંદલજા વિસ્તાર સાથે કનેક્શન હોાનું બહાર આવ્યું હોવાથી રેડ ઝોન યથાવત્ત રખાયો છે. આ વિસ્તારમાં પોલીસ અને BSFના જવાનોએ એક સાથે પેટ્રોલિંગ કર્યું હતું.
ભાવનગરનાં 2 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી, 1 દર્દીનું નિપજ્યું મોત
નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને પણ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી તાંદલજામાં હજી સુધી કોઇ પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. તેમ છતા પણ વિસ્તારની સેન્સિટીવીટી જોતા તેને રેડ ઝોન યથાવત્ત રાખવામાં આવ્યો હતો. તેમ છતા પણ તાંદલજા વિસ્તારને રેડ ઝોનમાં રાખવાનો નિર્ય લેવામાં આવ્યો છે.
કોવિડ-19 સામે લડત આપવા શરૂ કરી કાપડના માસ્ક બનાવવાની પહેલ
તાંદલજા વિસ્તારમાંથી 30 સેમ્પલ લેવાયા હતા. તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તાંદલજા વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ આ વિસ્તાર નાગરવાડા સાથે ખુબ જ ઘનિષ્ઠ રીતે કનેક્ટેડ હોવાને કારણે આ વિસ્તારને હાલ રેડ ઝોનમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર