કોવિડ-19 સામે લડત આપવા શરૂ કરી કાપડના માસ્ક બનાવવાની પહેલ

આ પ્રોજેક્ટને સામાજિક અંતર જાળવીને તથા કોવિડ-19 વિરુદ્ધ સુરક્ષા માટે વૈધાનિક સંસ્થાઓના વિવિધ નિર્દેશોનું પાલન કરીને એએમસીના સ્વાસ્થ્ય અધિકારીની મંજૂરી મેળવીને હાથ ધરવામાં આવી રહ્યો છે.

કોવિડ-19 સામે લડત આપવા શરૂ કરી કાપડના માસ્ક બનાવવાની પહેલ

અમદાવાદ: આ અભૂતપૂર્વ સમયમાં જ્યારે સમગ્ર દેશ કોવિડ-19 રોગચાળા સામે લડત આપવા એકજૂથ થઈ રહ્યો છે ત્યારે વૉકેશનલ એન્ડ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ - કેલોરેક્સ (વેદિક)એ રોટરી ક્લબ ઑફ કાંકરિયાની સાથે ભેગા મળીને તેના એપરલ ટ્રેનિંગ સેન્ટરના યુનિટને સમગ્ર સમાજ માટે કાપડના માસ્ક બનાવવા પ્રતિબદ્ધ કર્યું છે.

18 જેટલા સ્વયંસેવકો સમાજસેવાની સાથે આજીવિકા પૂરી પાડી રહેલા પ્રોજેક્ટની સાથે સીધા સંકળાયેલા છે અને 108થી વધુ સ્વયંસેવકો કોવિડ-19 માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી તેમના પોતાના સ્થળેથી સેવાઓ પૂરી પાડી રહ્યાં છે. આ તમામ સ્વયંસેવકો અમદાવાદની શહેરી ઝૂંપડપટ્ટી વસાહતોમાં વસતી મહિલાઓ છે. આ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવેલા માસ્કને પહેલેથી જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન - સ્વાસ્થ્ય વિભાગને પૂરા પાડવામાં આવી રહ્યાં છે.

આ પ્રોજેક્ટને સામાજિક અંતર જાળવીને તથા કોવિડ-19 વિરુદ્ધ સુરક્ષા માટે વૈધાનિક સંસ્થાઓના વિવિધ નિર્દેશોનું પાલન કરીને એએમસીના સ્વાસ્થ્ય અધિકારીની મંજૂરી મેળવીને હાથ ધરવામાં આવી રહ્યો છે. આ સેન્ટર સુતરાઉ કાપડના બે લેયર ધરાવતા ધોઈ શકાય અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા માસ્ક બનાવી રહ્યું છે, જેની હાલમાં ક્ષમતા દિવસના 300 માસ્ક બનાવવાની છે તથા એક અઠવાડિયાની અંદર તેની ક્ષમતા વધારીને 1000 માસ્ક બનાવવાની યોજના છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનએ હાલમાં જ ઘરની બહાર નીકળનારા તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દીધું છે. લૉકડાઉન દરમિયાન પણ ઘણાં એવા લોકો છે જેમણે આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા ઘરના સુરક્ષાભર્યા માહોલમાંથી બહાર નીકળવું પડે તેમ છે, તે જ રીતે, રહેવાસીઓએ પણ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે બહાર નીકળવું પડે છે. સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવતા માસ્કને મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગ, મ્યુનિસિપલ કૉર્પોરેશનના અર્બન કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ તથા મોટા કૉર્પોરેટ હાઉસના સ્ટાફ અને કાર્યકરોને આપવામાં આવશે.

વેદિક એ કેલોરેક્સ ફાઉન્ડેશનની એક પહેલ છે, જે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ દ્વારા કૌશલ્યવર્ધન કરવા સાથે સંકળાયેલ છે, જેનું વિઝન રાજ્યની યુવા પેઢીમાં રહેલ રોજગારી મેળવવાની ક્ષમતાને પરિપૂર્ણ કરવાનું છે. વેદિકનો ઉદ્દેશ્ય કૌશલ્ય હસ્તક્ષેપો મારફતે આજીવિકાની તકો પૂરી પાડવાનો છે.

વેદિકએ વર્ષ 2010માં તેના પ્રારંભથી અત્યાર સુધીમાં સમાજના વંચિત વર્ગો માટે વ્યાવસાયિક શિક્ષણની જોગવાઈની સાથે 3000 તાલીમાર્થીઓને તાલીમ પૂરી પાડી ચૂકી છે. વેદિકએ 47થી વધુ ગામ અને 22 જેટલા શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોના બીપીએલ / એપીએલ તાલીમાર્થી ધરાવતા અમદાવાદ, ખેડા અને આણંદ જેવા 3 જિલ્લાના સમુદાયોને સેવા પૂરી પાડી છે. ‘શક્તિ’ પ્રોજેક્ટ હેઠળ ધી ચેરિટેબલ ટ્રસ્ટ ઑફ રોટરી ક્લબ ઑફ કાંકરિયાની સાથે ભેગા મળીને વેદિક તેના એપરલ ટ્રેનિંગ સેન્ટરની મદદથી સમાજને સેવા પૂરી પાડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news