તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો બારોબારયુ કરવાનો મામલો થંભાતો જ નથી. છેલ્લા 15 દિવસમાં મહેસાણા જિલ્લામાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ વખત પુરવઠા વિભાગ દ્વારા કરાયેલી રેડમાં મોટા મોટા ગોડાઉન ભરીને શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. મહેસાણા કડીમાં પણ બીજી વખત જે જથ્થો ઝડપાયો તેનું તો આખું મોટું કૌભાંડ જ અલગ છે, એવું જાણવા મળ્યું છે કે સરકારી ચોખાની કણકી કરીને પોર્ટુગલ દેશ મોકલવામાં આવતા હતા અને ઊંચા ભાવે તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં ધબધબાટી, આ વિસ્તારો પાણી પાણી, આ આગાહી છે ભારે!


મહેસાણા જિલ્લામાં હવે સરકારી અનાજનો વેપલો જાણે સામાન્ય બની ગયો હોય તેમ છેલ્લા 15 દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ પુરવઠા વિભાગની રેડમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં પંદર દિવસ અગાઉ 16 જુલાઈએ એક જ જગ્યાએ ત્રણ ગોડાઉનમાંથી ચોખા અને ઘઉંનો રૂ.38 લાખનો શંકાસ્પદ સરકારી અનાજ નો જથ્થો મળ્યો હતો. તો ગત રવિવારે સતલાસણા માં રેડ દરમિયાન પુરવઠા વિભાગને રૂપિયા 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યો હતો. પુરવઠા વિભાગે કડીમાં રેડ કરી 15 દિવસમાં ત્રીજી જગ્યાએથી રૂપિયા 48 લાખની કિંમતનો ચોખાનો શંકાસ્પદ સરકારી જથ્થો સીઝ કર્યો છે. 


લખી રાખજો! આશ્લેષા નક્ષત્રમાં આ સંયોગ ગુજરાતમાં વિનાશ વેરશે! અંબાલાલની ઘાતક આગાહી


મહેસાણા જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ સરકારી અનાજનો લાખો રૂપિયાનો જથ્થો મળ્યો છે ત્યારે ત્રીજી વખત થયેલી કાર્યવાહીમાં કડી માંથી મળેલ ચોખાનો જથ્થો વિદેશ મોકલાતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી એવા પેકિંગ મળી આવ્યા છે કે જેના પર પોર્ટુગલ ભાષામાં પ્રિન્ટ કરેલી છે. જે પેકિંગ પરથી પ્રાથમિક અંદાજ પુરવઠા વિભાગ લગાવી રહ્યું છે કે આ જથ્થો પોર્ટુગલ મોકલવામાં આવતો હશે. એટલે કે એમ કહી શકાય કે ગરીબના પેટમાં પહોંચાડવામાં આવતું સસ્તુ સરકારી અનાજ અમીરોની હવેલીમાં થઈને વિદેશ પહોંચતું હતું જેનો ડબલ ભાવમાં વેચાણ કરી અનાજ માફિયા કમાણી કરતા હતા. 


SC-ST માં 'ક્રીમી લેયર' અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સૌ કોઈની આના પર હતી નજર


કડીમાં નાની કડી વિસ્તારમાં આવેલા રાજુભાઈ મદનલાલ કેલાની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આ સમગ્ર રેડ કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન કરાયેલા દરોડામાં રૂપિયા 48 લાખ 59000 નો ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સ્થળ પર તપાસ કરતા સરકારી શંકાસ્પદ ચોખાના અનાજ ને કટકા કરી તેની કણકી બનાવવામાં આવતી હતી અને આ કણકી પોર્ટુગલ દેશમાં ડબલ ભાવે એક્સપોર્ટ કરાતું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. જે જોતા જ પુરવઠા વિભાગ પણ શબ્દ થઈ ગયું હતું અને મહેસાણા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાંથી ચોખાની કણકી બનાવી એક્સપોર્ટ કરવાનું એક મોટું અનાજ માફીયાઓનું કૌભાંડ પુરવઠા વિભાગે પકડી પાડ્યું છે. 


BIG BREAKING: પોલીસ માટે સૌથી મોટી ખબર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશન


પ્રાથમિક તપાસમાં આ ચોખા સરકારી હોવાનું જણાઈ આવે છે ત્યારે તેને લેબ ટેસ્ટ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ચોખામાંથી કણકી બનાવવાની કોઈ ફેક્ટરી ન હોવાથી માત્ર મહેસાણા જ નહીં પરંતુ પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી સરકારી ચોખાનો જથ્થો અહીંયા લાવવામાં આવતો હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. 


આ વિસ્તારમાં ચાલી રહ્યો હતો ખુલ્લેઆમ દેહવ્યાપાર! નિર્વસ્ત્ર હાલતમા મહિલાઓ મળતા પોલીસ


ઉલ્લેખનીય છે કે અગાઉ કડી એપીએમસીમાં દુકાન ધરાવતા સોલંકી જેઠુભા દિપસિંહ ને ત્યાં પુરવઠા વિભાગે રેડ કરી રૂપિયા 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યારબાદ કડીના છત્રાલ રોડ પર બુડાસણ નજીક ત્રણ ગોડાઉન ભરીને શંકાસ્પદ સરકારી અનાજ નો જથ્થો ચોખા અને ઘઉં સીઝ કર્યા હતા. ત્યારબાદ સતલાસણામાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ભરેલ ગોડાઉન સીઝ કરાયું હતું. અને હવે ફરીથી કડીમાં 48 લાખનો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો સિઝ કરાયો છે. એટલે કે આ ત્રણેય રેડની અંદર સીઝ કરવામાં આવેલ જથ્થોની કુલ રકમ એક કરોડથી પણ ઉપર થવા જાય છે. 


ગુજરાતમાં ભાજપના કાર્યાલય મંત્રીને પડી સજા, ભાજપના કોર્પોરેટરે જ કર્યો હતો કેસ


જો એક જ વખતની રેડમાં લાખો કરોડોનો જથ્થો મળતો હોય તો એ વિચાર કરી શકાય કે આ અનાજ માફીઆઓ કેટલા સમયથી કાર્યરત હશે અને કેટલા કરોડનો સરકારી જથ્થો અત્યાર સુધી સગે વગે પણ કરી દીધો હશે તો તેમાં કોઈ સરકારી બાબુઓ ના પણ ખિસ્સા ગરમ કર્યા છે કે કોઈની મદદ વગર આટલું મોટું કૌભાંડ કર્યું કેવી રીતે તેવા અનેક સવાલો પણ ઊભા થવા જાય છે જે દિશામાં તપાસ થવી જરૂરી છે અને તપાસ દરમિયાન મોટાં અનાજ માફિયા ના નામ પણ સામે આવી શકે છે તેમ કહીએ તો નવાઈ નહીં.