BIG BREAKING: પોલીસ માટે સૌથી મોટી ખબર, ગુજરાતના 233 PSIને PI તરીકે પ્રમોશન
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં 233 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2નું પ્રમોશન અપાયું છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઘણા સમયથી બિન હથિયારી PSI બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.
233 PSIને PI તરીકે પ્રમોશન અપાયા
#Gujarat #psi #pi #gujaratpolice @GujaratPolice #zee24kalak pic.twitter.com/ExtMosvxS8
— Zee 24 Kalak (@Zee24Kalak) August 1, 2024
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ એક સાથે 18 IPS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 8 IPS અધિકારીઓની બદલીમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના ADGP બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે