અમદાવાદ : ભાડા પટ્ટાની મિલકતો મુદ્દે મુખ્યમંત્રીએ આજે એક મહત્વપુર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડાપટ્ટાની સમસ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉકેલી નાખી છે. અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઝોનમાં આવેલા 4000થી વધારે ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉન, જમીનો, નિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે. મુખ્યમંત્રીએ આ અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા માટેની બેઠકમાં સુચના આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરગઢડામાં આભ ફાટ્યું 1 કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ

અમદાવાદ શહેરના તમામ ઝોનમાં આવી જે પણ મિલ્કતો-દુકાનો અને છુટક જમીન છે તેમાં ત્રણ કેટેગરીમાં મિલ્કતો-દુકાનો-છૂટક જમીનો આપવામાં આવેલી છે. તદ્દઅનુસાર ભાડેથી આપેલી કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2734 મિલકતો છે. રભાડેથી આપેલી કે વાર્ષિક, માસિક ટોકન ભાડેથી બાંધકામ વગરની અને પ્રીમિયમ સાથેની ખુલ્લી જમીનના આશરે 147 કેસ છે.  આ ઉપરાંત નિર્વાસિત સિંધીઓ-પરિવારો સહિતનાં નિર્વાસિતોને ભાડે આપેલ કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલી મિલ્કત તથા ખુલ્લી જમીન જે  બાંધકામ વગરની છે તેના અંદાજી 1196 કિસ્સા મળી કુલ 4077 જેટલા કેસો છે. 


ભરૂચ: નર્મદા નદી બની ગાંડીતુર, બચાવ કામગીરી શરૂ, તંત્ર અને નાગરિકો તમામ લોકો એલર્ટ પર

નિર્વાસીત મિલ્કત ધારકો-દુકાનો-છુટક જમીનોના માલિકી હક્કના પ્રશ્નો મુખ્યમંત્રીએ ઉકેલ્યા છે. સાડા ચાર દાયકા એટલે કે 45 વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રિતો સહિતના પરિવારોને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક્ક ભાડાપટ્ટે આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે હવે મહાનગરપાલિકાઓ અંગે વિસતૃત નીતિ નિર્ધારીત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર