ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ૨૩૯ મિ.મી., શહેરામાં ૨૩૨ મિ.મી. અને મહિસાગરના વિરપુરમાં ૨૨૮ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૨૧૦ મિ.મી., અરવલ્લીના બાયડમાં ૨૦૮ મિ.મી. અને ધનસુરામાં ૨૦૨ મિ.મી. વરસાદ નોંધાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં ૧૮૪  મિ.મી મહીસાગરના લુણાવાડામાં ૧૭૨  મિ.મી, સાબરકાંઠાના પ્રાંતિજમાં ૧૭૧ મિ.મી.,   ખેડાના કપડવંજમાં ૧૫૭ મિ.મી. અને મહુધામાં ૧૫૧ મિ.મી. એમ મળી કુલ પાંચ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.   

જ્યારે રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ૧૪૯ મિ.મી,  મહેસાણાના કડીમાં ૧૪૮ મિ.મી, મહીસાગરના બાલાસિનોરમાં ૧૪૬ મિ.મી,  ખેડાના કઠલાલમાં ૧૪૩ મિ.મી, અરવલ્લીના મેઘરાજ ૧૩૫ મિ.મી,  ખેડાના નડિયાદમાં અને ગાંધીનગરના માણસામાં ૧૨૭ મિ.મી જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય બે તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ૧૨૧ મિ.મી. અને ખેડાના ગલતેશ્વરમાં ૧૦૮ મિ.મી. વરસાદ નોંધાયો છે.   


આ પણ વાંચોઃ રાજ્યના 126 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 617 ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું


રાજ્યના અન્ય ૨૭ તાલુકાઓમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે જેમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૯૯ મિ.મી, અરવલ્લીના મોડાસામાં ૯૮ મિ.મી, પંચમહાલના જાંબુઘોડામાં ૯૩ મિ.મી, અમદાવાદ શહેરમાં, હિંમતનગર અને વડોદરા જિલ્લાના ડેસરમાં ૯૨ મિ.મી, દાહોદના સિંગવડમાં ૯૦ મિ.મી, આણંદના ઉમરેઠમાં ૮૮ મિ.મી., દાહોદના ધાનપુરમાં ૮૭ મિ.મી., સાબરકાંઠાના વિજયનગરમાં અને પંચમહાલના હાલોલમાં ૮૬ મિ.મી., અમદાવાદના દસ્ક્રોઇમાં ૮૫ મિ.મી., આણંદમાં ૮૪ મિ.મી.,  ખેડાના મહેમદાવાદ અને દાહોદના ગરબાડામાં ૮3 મિ.મી, ગાંધીનગરના કલોલમાં ૮૨ મિ.મી.  મહીસાગરના ખાનપુરમાં, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં અને પાટણમાં ૮૦ મિ.મી., મહેસાણાના વિસનગરમાં ૭૯ મિ.મી.,  પંચમહાલના કાલોલમાં અને દાહોદના ઝાલોદમાં ૭૮ મિ.મી., દાહોદના સંજેલી,  દેવગઢબારીયા અને અરવલ્લીના ભિલોડામાં ૭૭ મિ.મી.,  ગાંધીનગર શહેર અને ખેડાના ઠાસરામાં ૭૬ મિ.મી.  જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૭ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૬.૫૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૪.૯૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૫.૬૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૨.૫૦ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.


આ પણ વાંચોઃ ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહીની તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube