U.K ના હાઇકમિશ્નરે કરી CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
ભારતસ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ક્લિન એનર્જી-ગ્રીન મોબિલીટી-ગ્રીન મેન્યૂફેકચરીંગના પ્રોત્સાહન માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ -કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ભારત સરકારે યુ.કે સાથે ડિફેન્સ,સિકયુરિટી,-હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતા અંગે કરેલા MOU અન્વયે ગુજરાતનું પણ યોગદાન આપવા મુખ્યમંત્રીની નેમ વ્યક્ત કરી હતી. સોલાર-વીન્ડ એનર્જી સેકટર માં સહભાગીતા માટે મુખ્યમંત્રીએ બ્રિટીશ હાઇ કમિશનર સાથે કર્યો વિચાર-વિમર્શ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી’’થી આદિજાતિ ટ્રાયબલ વિસ્તારના સર્વગ્રાહી ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થયું છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં યુ.કે ને સહભાગી થવા પણ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું હતું.
ગાંધીનગર : ભારતસ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ક્લિન એનર્જી-ગ્રીન મોબિલીટી-ગ્રીન મેન્યૂફેકચરીંગના પ્રોત્સાહન માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ -કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ભારત સરકારે યુ.કે સાથે ડિફેન્સ,સિકયુરિટી,-હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતા અંગે કરેલા MOU અન્વયે ગુજરાતનું પણ યોગદાન આપવા મુખ્યમંત્રીની નેમ વ્યક્ત કરી હતી. સોલાર-વીન્ડ એનર્જી સેકટર માં સહભાગીતા માટે મુખ્યમંત્રીએ બ્રિટીશ હાઇ કમિશનર સાથે કર્યો વિચાર-વિમર્શ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી’’થી આદિજાતિ ટ્રાયબલ વિસ્તારના સર્વગ્રાહી ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થયું છે. આગામી વાયબ્રન્ટ સમિટમાં યુ.કે ને સહભાગી થવા પણ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું હતું.
ડ્રગ્સ મુદ્દે Gujarat Police નિષ્ફળ જતા હવે NCB સક્રિય, કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
આ અંગે વિગતે વાત કરીએ તો બ્રિટીશ હાઇકમિશનરે યુ.કે માં વેપાર વણજ ક્ષેત્રે ગુજરાત ડાયસપોરાની સિદ્ધિઓ અને મહત્વપૂર્ણ પ્રદાનની સરાહના કરી હતી. મુખ્યમંત્રીને યુ.કે ની મુલાકાતે આવવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસીસ અને ડેપ્યુટી હાઇકમિશનર પીટર કૂકે ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટીશ હાઇકમિશનરે ગુજરાતી સમુદાયોએ ડાયસપોરાએ બ્રિટીશ-યુ.કે ના વેપાર-વણજ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને યોગદાનની સરાહના કરતાં ગુજરાત-યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી.
ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે, થઈ શકે છે મોટુ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત સરકારે યુ.કે સાથે સિકયુરિટી, ડિફેન્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતાના રોડમેપ કંડારતા જે એમ.ઓ.યુ કર્યા છે તેમાં ગુજરાત કઇ રીતે યોગદાન આપી શકે તે અંગે તેઓ પણ વિસ્તૃત અભ્યાસ, વિચારણા કરશે. ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરને ગુજરાત સોલાર એનર્જી સેકટરમાં અગ્રણી રાજ્ય છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગમાં ભાગીદારી કરી શકે.
બંધ રૂમમાં થયેલા નગ્ન ડાન્સનો આખરે ભેદ ખૂલ્યો, મુંબઈથી એક રાત માટે આવી હતી યુવતી
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. એટલું જ નહિ, ગુજરાત-યુ.કે ની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. મુખ્યમંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબના ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની વિશેષતાઓ બ્રિટીશ હાઇકમિશનર સમક્ષ વર્ણવી હતી. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, ટ્રાયબલ આદિજાતિ વિસ્તારમાં સર્વગ્રાહી વિકાસના પ્રધાનમંત્રીના આગવા વિઝનનો ખ્યાલ આ સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિકાસગાથા નિહાળવાથી મળી શકે. ભૂપેન્દ્ર પટેલે આ વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની મુલાકાત લેવા બ્રિટીશ હાઇકમિશનરને અનુરોધ કરતાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આત્મનિર્ભરતા સાથે ગ્લોબલી કેવો વિકાસ સાધી શકાય તે પણ અવશ્ય જાણવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં યુ.કે ના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.
Porbandar: CM ની મુલાકાત પહેલા ભાજપ પ્રમુખની ઓફીસમાં લુખ્ખાઓની ધોકાવાળી
બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસે પણ મુખ્યમંત્રીની યુ.કે ની મુલાકાતે આવવાનું ભાવભર્યુ આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ બ્રિટીશ હાઇકમિશનરને સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’’ની પ્રતિકૃતિ અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરિસરની વિશેષતાઓ, પ્રવાસન સૌંદર્યનું નિરૂપણ કરતી પુસ્તિકા સ્મૃતિ ભેટ રૂપે અર્પણ કરી હતી. આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube