ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે, થઈ શકે છે મોટુ નુકસાન

ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે, થઈ શકે છે મોટુ નુકસાન
  • ટ્રાફિક પોલીસનો ડિજીટલ દંડ પ્રોજેક્ટ શું ફેઇલ ગયો
  • POS મશીનથી દંડ ભરવામાં લોકો નિરસ કેમ છે 
  • દોઢ માસમા એક કરોડનો દંડ વસુલાયો છે 
  • 1 કરોડ પૈકી માત્ર 11 લાખ રૂપિયા ડિજીટલ દંડ ભર્યો છે 

ઉદય રંજન/અમદાવાદ :ટ્રાફિક પોલીસે શરૂ કરેલા POS મશીન કે જેનાથી ડિજિટલ દંડ લેવાય છે તે યોજનાનું હવે ટાય ટાય ફિશ થવા આવ્યુ છે. આ મશીનથી દોઢ માસમાં 1.05 કરોડ દંડ વસૂલાયો છે. જેમાંથી ડિજિટલ દંડ માત્ર 10 ટકા લોકોએ જ ભર્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ મશીનનો સૌથી વધુ ઉપયોગ કરી પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.

ટ્રાફિક વિભાગ દ્વારા POS મશીનથી 135 જેટલા સ્થળ પર જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલાય છે. POS મશીનથી ડિજિટલ દંડ વસુંલવા માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટ શુ નિષ્ફળતાના આરે છે તેવા સવાલો ઉભા થયા છે. કારણકે દોઢ મહિનામાં 20 હજાર વાહનચાલકો મેમો આપી 1.5 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાંથી 2200 જેટલા મેમો ડિજિટલ દંડની પાવતી મેળવી 11 લાખ રૂપિયા વસૂલ્યા છે એટલે કે 90 લાખ દંડ રોકડમાં વસૂલાયા છે. એટ્લે માત્ર 10 ટકા લોકો જ ડિજિટલ દંડ ભરી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે, આખરે લોકો ડિજિટલ દંડ આપવાથી કેમ ડરી રહ્યા છે. 

POS મશીનમાંથી દંડ વસૂલવો ટ્રાફિક વિભાગ ભારે પડી શકે છે. કારણ કે એક મશીનમાં 5 ડિજિટલ ટ્રાન્જેક્શન ( દંડની ડિજિટલ પાવતી) ન નીકળે તો મશીનનું 500 રૂપિયા લેખે એક મહિનાનું તમામ મશીન લેખે કુલ 70 હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડે. પરંતુ હાલ ડિજિટલ દંડ પાવતી વધુ ન નીકળતી હોવાથી કેટલું ભાડું ચુકવે છે તે આગમી દિવસમાં ખબર પડી શકે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે. તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય. 

હાલ POS મશીનનો વધુ ઉપયોગ યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમને આવકારી રહ્યા છે. પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પરતું બીજી બાજુ  Pos મશીનથી શહેરમાં લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે. ત્યારે જો કોઈ વ્યક્તિ નિયમ નથી તોડ્યો એવી વાત કરે તો pos મશીનની પાછળ એક કેમેરો પણ છે. તેનાથી તેનો ફોટો પાડવામાં આવે છે. એટલે કોઈ વ્યક્તિ દંડ ભરવામાં આનાકાની કરે તો તેને તુરંત જ ફોટો બતાવીને સ્થળ પર જ દંડ ભરાવવામાં આવે છે. જેથી POS મશીનથી હવે મેમો બૂક જ નહિ, પરંતુ ઈ મેમો ભરવામા પણ મદદરૂપ બન્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news