ઉદય રંજન/અમદાવાદ : યુવતીઓ માટે પોતાનો મોબાઈલ નંબર અજાણ્યા લોકો ને આપવો એ પણ મુસીબત ભર્યું બની રહ્યું છે. શહેરમાં આવો જ એક બનાવ પ્રકાશમાં આવતા પોલીસ પણ દોડતી થઇ હતી. શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ આવો જ એક કડવો અનુભવ થયો હતો. યુવતી ફોટો સ્ટુડિયોમાં એક ફોટો ફ્રેમ લેવા ગઈ હતી, ત્યારે ઓકે સ્ટુડિયોના માલિકે યુવતીનો નંબર મેળવી યુવતી સાથે સંપર્ક કરી તેની પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા


ત્યાર બાદ આ યુવક પાસે યુવતીએ ફોટોફ્રેમ માંગતા યુવકે પોતાના ન્યૂડ ફોટા યુવતીને મોકલ્યા હતા. પહેલા તો યુવતી આ ફોટા જોઇને ડઘાઇ ગઇ હતી. જો કે તેણે ચતુરાઇથી કામ લેતા પહેલા પરિવારને સમગ્ર મામલે જાણ કરી હતી. જેથી પરિવારે તત્કાલ પોલીસ ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. જેના પગલે યુવતીએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસે તેમને સાયબર ક્રાઇમ પાસે મોકલી આપ્યા હતા. જેના આધારે સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા આ ગુનો નોંધવામાં આવ્યો હતો. 


ગરીબ ભોળા આદિવાસીઓના રૂપિયા ચાઉ કરી જનાર ઠગ વર્ષો બાદ ઝડપાયો


સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા આ મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી હતી. યુવતીને જે નંબર પરથી તસવીર આવી હતી તે નંબરના આધારે તપાસ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી હનીફ શેખની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલ મોબાઈલ કબ્જે કર્યો છે. ઉપરાંત આરોપીએ અન્ય કોઈ યુવતીઓ સાથે આવું બિભસ્ત વર્તન કર્યું છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube