ધવલ પરીખ/નવસારી: આધુનિકતાની દોડમાં ભણતર મોંઘુ થઈ રહ્યું છે. શાળા બાદ ઉચ્ચ અભ્યાસમાં મોંઘી ફી અને ડિગ્રી મેળવ્યા બાદ ઓછા પગારની નોકરી યુવાનોના મોરલને તોડી નાંખે છે. ત્યારે ભણ્યા બાદ પણ યોગ્ય પગારની નોકરી ન મળવાની બીકે નવસારીના ખાપરીયા ગામના યુવાનો સારા ભવિષ્યની આશમાં વિદેશમાં અભ્યાસ સાથે ત્યાં જ સ્થાઈ થવાનું મન બનાવી ચૂક્યા છે. જેમાં ખાપરીયા અડધું ખાલી થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપને જીતાડશે પાટીલનું આ માઈક્રોપ્લાનિંગ, 26માંથી 26 જીતવાનો આ કારણે કરે છે દાવો


નવસારી જિલ્લાના નંદનવન ગણાતા ગણદેવી તાલુકાનું ખાપરીયા ગામ ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ગામના અડધાથી વધુ લોકો વિદેશમાં અભ્યાસ અર્થે કે સ્થાઈ થવાથી ગામ ખાલી થઈ રહ્યુ છે. બદલાતા વાતાવરણમાં પ્રભાવિત થતી ખેતીમાં હવે મજૂરોની અછત ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી રહી છે. જેમાં પણ ઉચ્ચ અભ્યાસ કરી કોર્પોરેટ કંપનીઓમાં નોકરીની આશા સેવી રહેલા યુવાનો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે. પરંતુ ભારતમાં એન્જીનીયરીંગ, મેડીકલ, MBA ભણવા લાખો ખર્ચે છે. જેની સામે ઓછા પગારની નોકરી તેમના ભવિષ્યના સપનાઓને તોડી નાંખે છે. જેથી અભ્યાસ સામે ભારત કરતા ત્રણ ગણો પગાર વિદેશમાં મળે છે. 


સૌથી મોટા સમાચાર! ફરી અંબાજીના વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો; પુરુષો પણ મહિલાઓ સાથે...


બીજી તરફ વિદેશમાં અભ્યાસનો ખર્ચ પણ ભારતની નજીક જ થાય છે. જેથી ખાપરીયાના યુવાનો વિદેશમાં અભ્યાસ અર્થે જઈ રહ્યા છે. Bcom કર્યા બાદ ખાપરીયાનો પાર્થ પટેલ આવનારા દિવસોમાં MBA ફાયનાન્સના અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યો છે. જેની પાછળ ગામના અન્ય 5 થી 6 યુવાનો પણ અભ્યાસ અર્થે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. 


VIDEO VIRAL: ગુજરાત ભાજપના મોટા નેતાની મહિલા સાથેની 'સેક્સ' ચેટ લીક થતાં હડકંપ


ખાપરીયા ગામના પાટીદારોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં 2 હજાર એકરથી વધુની જમીન ઉપર શેરડી, શાકભાજી, ચીકુ, કરી જેવા પાકોનું ઉત્પાદન લે છે. પણ ખેતીની સ્થિતિ બદલાતા પાટીદારો હવે વિદેશમાં સ્થાયી થવા મજબૂર થયા છે. કારણ યુવાનો ખેતી કરવા રાજી નથી. ઉચ્ચ ડિગ્રી મેળવીને લાખોના પેકેજ વાળી કોર્પોરેટ નોકરી મેળવવાના પ્રયાસો કરે છે. પરંતુ ઓપન કેટેગરીમાં આવવાને કારણે સરકારી નોકરીની આશા નથી રહેતી અને જ્યાં ખાનગી કંપનીઓમાં નોકરી મળે છે. ત્યાં શરૂઆતમાં 15 હજાર અને થોડા વર્ષોમાં 50 હજાર સુધી પહોંચે છે. 


ગુજરાતી વિદ્યાર્થીઓ એમ જ નથી ભણવા જતા વિદેશ, આ છે શિક્ષણમાં TOP-10 દેશ


જેની સામે વિદેશમાં અભ્યાસનો ખર્ચ પણ એટલો જ જેની સામે 15 થી 20 હજાર ડોલર એટલે ભારતીય ચલણમાં લાખોના પેકેજ થાય છે. બીજી તરફ પગાર ઓછો હોય તો લગ્ન માટે છોકરી પણ નથી મળતી. જેથી સમાજિક વ્યવસ્થામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. જેથી અડધા ગામના લોકો વિદેશમાં જઈને જ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું વિચારી રહ્યા છે.


Video Viral: આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી દેખાયો વંદો, જોઈને એવી ચિતરી ચઢશે


ખેતી થકી ઊંચાઈ મેળવેલા સમાજમાં આજે ખેતીને કારણે જ સામાજિક મુશ્કેલી વધી હોવાની સ્થિતિ છે. ખાસ કરીને ખેતીથી દૂર જતા યુવાનોને સારો અભ્યાસ કરી ઉચ્ચ પગારની નોકરી ભારતમાં નથી મળતી, જેથી વિદેશમાં નોકરી મેળવી ત્યાં જ સ્થાયી થઈ પોતાનું ભવિષ્ય સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે.


ગુજરાતમાં અહીં જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ ATM, બાળકો હવે શિખસે આંગળીના...