Video Viral: આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી દેખાયો વંદો, જોઈને એવી ચિતરી ચઢશે કે ખાતા ભૂલી જશો!
ઝી બ્યુરો/સાબરકાંઠા: ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને વાત કરીએ પિત્ઝાની તો મોટી મોટી પિત્ઝાની કંપનીમાંથી જીવાત અને વંદા નીકળતા હોય છે. ત્યારે સુરતના કામરેજના એક પિત્ઝા શોપમાં ગ્રાહકને પીરસવામાં આવેલા પિત્ઝામાંથી વંદો નિકળ્યો છે.
Trending Photos
Video Viral: ઝી બ્યુરો/સાબરકાંઠા: ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને વાત કરીએ પિત્ઝાની તો મોટી મોટી પિત્ઝાની કંપનીમાંથી જીવાત અને વંદા નીકળતા હોય છે. ત્યારે સુરતના કામરેજના એક પિત્ઝા શોપમાં ગ્રાહકને પીરસવામાં આવેલા પિત્ઝામાંથી વંદો નિકળ્યો છે. જી હા... બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવે છે. અગાઉ પણ આજ પ્રકારે પિત્ઝામાં વંદો પીરસવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું..
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી પિત્ઝામાં વંદો નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પિત્ઝામાંથી જીવાત નીકળી છે. એક દંપતી પિત્ઝા ખાવા માટે અહીં પહોંચ્યું હતું. ત્યારે પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.
આ ઘટના બાદ દંપતીએ પિત્ઝા સેન્ટરના મેનેજરને આ વાતની જાણ કરી હતી. ગુણવત્તા વગરનું ફૂડ પિરસવા મામલે ખખડાવ્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારે અનેકવાર જાણીતી પિત્ઝા રેસ્ટોરાંની ફ્રેન્ચાઇઝીમાં પિત્ઝામાંથી વંદા સહિતના જીવડાંઓ નીકળ્યાના કિસ્સા સામે આવ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે