મૌલિક ધામેચા/અમદાવાદ: ચોરીના ગુન્હામાં ઝડપાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો અને તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા પણ ખુબ ગરમી હોવાનો કારણે તેને ગભરામણ થતાં પોલીસે પીએસઓ ટેબલ પાસે લાવી બેસાડ્યો હતો.  આરોપીએ ત્યાં સાઇડમાં મૂકેલું ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ. બેદરકાર પોલીસે આખરે આરોપીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની દરિયાપુર પોલીસે ચોરીના ગુનામાં નિલેશ લોધા નામના આરોપીને પકડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરી તેને લોકઅપમાં રાખ્યો હતો. પણ થોડા દિવસથી પડી રહેલી ભારે ગરમીને કારણે આરોપી નિલેશને લોકઅપમાં ગભરામણ થતી હતી. જેથી તેણે લોકઅપ પાસે હાજર પીએસઓ સુરસિંહ મહોબતસિંહને પેશાબ કરવા જવા માટે કહેતા તેને શૌચાલયમાં લઇ જવાયો. બાદમાં ફરી લોકઅપમાં મૂકી દેવાયો હતો. પણ પાંચ મિનીટ બાદ તેને ઉલટી થતી હોવાનો અવાજ પોલીસને આવતા ફરી તેને લોકઅપની બહાર કાઢ્યો હતો. આરોપીએ પોતાને ગભરામણ થાય છે તેવી ફરિયાદ કરતા તેને પીએસઓ ટેબલ પાસે ખુલ્લી જગ્યામાં બેસાડ્યો હતો.


અમદાવાદ: માતા અને પુત્રને એક કરવા માટે મામાએ જ કર્યું ભાણાના અપહરણનું ‘કાવતરુ’


બાદમાં પીએસઓ કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. પણ ફરી એક વાર તેને ઉલટીઓ અને ગભરામણમાં થતાં પીએસઓ સુરસિંહે પૂછપરછ કરતા આરોપી નિલેશે જણાવ્યું કે, તેને બહાર બેસાડ્યો ત્યારે વોટરકુલર પાસે પડેલું ફિનાઇલ તેણે પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઇને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી આરોપી નિલેશને સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યો. ત્યાં બીજીતરફ આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.



અગાઉ લોકઅપમાંથી કે પોલીસસ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જતા જે તે પોલીસકર્મીઓ સામે એક્શન લેવાયા હતા. ત્યારે આ કેસમાં પણ પોલીસની નિગરાની હેઠળ આરોપીઓ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસની ગંભીર બેદરકારી સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.