સુરત: હીરા અને કાપડ યુનિટના નિયમો ભંગ થશે તો કડક કાર્યવાહી, લોકો જાગૃત થવાની જરૂર
કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ ઓડિયો મેસેજ જાહેર કરીને નાગરિકોને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી. પાનીએ જણાવ્યું કે, લોકો ખાસ તકેદારી રાખતા નથી. તાવ, શરદી, ખાંસી જેવા કોવિડના લક્ષણો હોવા છતા પોતાના સહકર્મચારીઓ સાથે બેસે છે સતત લોકોના સંપર્કમાં આવે છે. માસ્ક જેવા બેઝિક પ્રિકોર્શન્સ પણ રાખતા નથી. જેથી ચેપ વધારેને વધારે ફેલાઇ રહ્યો છે. હીરાના યુનિટ પણ ચાલુ થયા છે તેથી લોકો મહત્તમ તકેદારી રાખે તે જરૂરી છે.
સુરત : કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ ઓડિયો મેસેજ જાહેર કરીને નાગરિકોને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી. પાનીએ જણાવ્યું કે, લોકો ખાસ તકેદારી રાખતા નથી. તાવ, શરદી, ખાંસી જેવા કોવિડના લક્ષણો હોવા છતા પોતાના સહકર્મચારીઓ સાથે બેસે છે સતત લોકોના સંપર્કમાં આવે છે. માસ્ક જેવા બેઝિક પ્રિકોર્શન્સ પણ રાખતા નથી. જેથી ચેપ વધારેને વધારે ફેલાઇ રહ્યો છે. હીરાના યુનિટ પણ ચાલુ થયા છે તેથી લોકો મહત્તમ તકેદારી રાખે તે જરૂરી છે.
વડોદરા: ધોરણ 10ની પુરક પરીક્ષામાં પણ નાપાસ થતા પબજીની લતે ચડી ગયેલા કિશોરની આત્મહત્યા
હીરાના યુનિટો ચાલુ થયા છે અને જો લોકો તકેદારી નહી રાખે તો આ સંક્રમણ વધારે ફેલાઇ શકે છે. કાપડના યુનિટ અને માર્કેટ પણ ચાલુ થયા છે. આ યુનિટમાં જો સંક્રમણ વધશે તો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની સાથે સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લોકોએ કોરોના સંક્રમણ વધારે હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ. ઓક્સિજન લેવલ ચકાસવા માટે ઓક્સિમિટરનો ઉપયોગ કરવો જોઇએ.
વડોદરા: ધોરણ 10ની પુરક પરીક્ષામાં પણ નાપાસ થતા પબજીની લતે ચડી ગયેલા કિશોરની આત્મહત્યા
લોકોમાં કોવિડના લક્ષણો હોવા છતા બહાર જઇ રહ્યા છે. પોતાના અંગત મિત્રો, સંબંધીઓ અને સહકર્મચારી સાથે ચા નાસ્તો કરે છે. લોકોએ વધારેમાં વધારે જાગૃત થવાની જરૂર છે. લોકો પોતાના હાથને સતત ધોયા કરવા જોઇએ. માસ્ક પહેરેલું હોવું જોઇએ. સેનેટાઇઝર સહિતની વસ્તુઓનો પણ ઉપયોગ કરતા રહેવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર